કપ પનીર, અડધો કપ કાંદા, અડધો કપ ગાજર, અડધો કપ કૅપ્સિકમ, ચીઝ ચટણી, આદું-મરચાં, ૧ કપ કોથમીરનું સ્ટફિંગ, બીટની કતરણ, અડદનો પાપડ, બે ચીઝ ક્યુબ
સુરતી પાપડ પરાઠા
સામગ્રી : ૧ કપ ઘઉંનો લોટ, ૧ ચમચો મેંદો, મીઠું, ૧ ચમચો ઘીનું મોણ, ૧ ચમચી ચાટ મસાલો, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ધાણાજીરું, અડધો કપ કોબી બારીક, ૧ કપ પનીર, અડધો કપ કાંદા, અડધો કપ ગાજર, અડધો કપ કૅપ્સિકમ, ચીઝ ચટણી, આદું-મરચાં, ૧ કપ કોથમીરનું સ્ટફિંગ, બીટની કતરણ, અડદનો પાપડ, બે ચીઝ ક્યુબ
રીત : ઘઉંના લોટનો મોટો લૂઓ બનાવી પરોઠું બનાવીને એમાં સ્ટફિંગ ભરી દેવું. તવા પર સરખું ઘી મૂકીને પહેલાં એમાં પાપડ તળ્યા પછી પરોઠું ધીમા તાપે શેકવું. પછી એને પીત્ઝાકટરથી સનફ્લાવર શેપમાં કાપી એના પર પાપડ મૂકી થોડો બેક કરી એના પર ચીઝ ખમણીને ડેકોરેટ કરવું. પછી એને કોથમીર અને બીટની કતરીથી સર્વ કરવું.

