આંબાની ગોટલીનો મુખવાસ બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે અને રીત શું છે? તે જાણો અહીં
આંબાની ગોટલીનો મુખવાસ
સામગ્રી : આંબાની ગોટલીઓ, બે ટેબલસ્પૂન ઘી, ૧ ટેબલસ્પૂન સંચળ મીઠું, ૧ ટેબલસ્પૂન સિંધવ મીઠું, ૧ ટીસ્પૂન હળદર, ૧ ટેબલસ્પૂન શેકેલું જીરું, ૧ ટેબલસ્પૂન આમચૂર પાઉડર, ૧ ટેબલસ્પૂન મરચું પાઉડર, ૧ ટીસ્પૂન મરી પાઉડર, ૧ ટીસ્પૂન અજમો, ૧ ટીસ્પૂન સૂંઠ પાઉડર.
રીત : સૌપ્રથમ આંબાની ગોટલીઓને ૮થી દસ દિવસ તડકે સૂકવવી. ત્યાર બાદ નાની હથોડી અથવા દસ્તાની મદદથી ગોટલીને તોડીને જે અંદર ગોટલી છે એને વ્યવસ્થિત રીતે બહાર કાઢી લેવી. બધી ગોટલીમાંથી ઉપરનું કડક પડ હોય એ કાઢી લેવું. પછી એક કુકરમાં બે મોટા ગ્લાસ પાણી નાખી મીઠું અને હળદર નાખીને બધી ગોટલીને બાફવા મૂકી દેવી. કુકરની ચારથી પાંચ સીટી વાગવા દેવી. ત્યાર બાદ બાફેલી આંબાની ગોટલીઓને મોટા કાણાવાળી ખમણીથી ખમણી પણ શકાય અથવા ચાકુથી નાના-નાના ટુકડા કરી લેવા જેથી ખાવામાં સફળતા રહે. બધી ગોટલીના નાના-નાના ટુકડા કર્યા પછી એક કડાઈમાં બે ટેબલસ્પૂન ઘી લઈને સરસ સાંતળી લેવી અને સતત હલાવતા રહેવું. ઉપરથી શેકેલું જીરું, ૧ ટેબલસ્પૂન આમચૂર પાઉડર, ૧ ટેબલસ્પૂન મરચું પાઉડર, ૧ ટેબલસ્પૂન મરી પાઉડર, ૧ ટીસ્પૂન અજમો, ૧ ટીસ્પૂન સૂંઠ પાઉડર નાખી બરાબર હલાવીને ગૅસ બંધ કરી દેવો. તૈયાર છે આંબાની ગોટલીનો મુખવાસ.
ADVERTISEMENT
- પુરબાઈ ગઢવી

