અહીં શીખો ચિલી ચીઝ ટોસ્ટ
ચિલી ચીઝ ટોસ્ટ
સ્ટફિંગ : ૩ કલરના કૅપ્સિકમ બારીક ચૉપ્ડ, ૧ વાટકી લીલાં મરચાંની રિંગ (૩), અડધી વાટકી કોબી બારીક ચૉપ્ડ, ૨-૧૦ કુદીનાનાં પાન ચૉપ્ડ, અડધી વાટકી કોથમીર ચૉપ્ડ, ૧ ટેબલસ્પૂન બટર, મીઠું, ૧/૪ ટીસ્પૂન મરી પાઉડર, અડધી ટીસ્પૂન ઓરેગાનો, અડધી ટીસ્પૂન ચિલી ફ્લેક્સ, બે ક્યુબ ચીઝ ખમણેલું મિક્સ કરવું.
રીત : બ્રેડ પર બટર લગાડી સ્ટફિંગ સ્પ્રેડ કરવું. બીજી બાજુ ઘી-બટર લગાડી તવા પર રાખવું, ઉપર ચીઝ ભભરાવવું. વચમાંથી કટ કરવું. ટમૅટો સૉસ સાથે સર્વ કરવું. ટેસ્ટી ચિલી ચીઝ ટોસ્ટ હેલ્ધી સ્મૂધી સાથે માણી શકો.
ADVERTISEMENT
- દીપલ શાહ, ગડા
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


