મૅશ કરેલું કોળું ઠંડું થયા પછી એને અને લસણની કળીને મિક્સર ગ્રાઇન્ડરમાં ઉમેરો અને બારીક પેસ્ટ બનાવો. ચાળણીનો ઉપયોગ કરીને પેસ્ટને ગાળી લો
કોળા અને મિક્સ વેજિટેબલનું ક્રીમી સૂપ
સામગ્રી : ૧/૨ કપ બાફેલું પીળું કોળું, ૧/૨ કપ બારીક સમારેલાં મિક્સ શાકભાજી જેમ કે ફણસી, ગાજર, વટાણા, કોલીફ્લાવર અને સ્વીટ કૉર્ન, ૩-૪ લસણની કળી, મીઠું સ્વાદ મુજબ, સફેદ કે કાળા મરીનો પાઉડર ૧/૨ ટીસ્પૂન, ૧ કપ નાળિયેરનું દૂધ (તમે રેડીમેડ નાળિયેરનું દૂધ વાપરી શકો છો અથવા બજારમાં ઉપલબ્ધ નાળિયેરના દૂધના પાઉડરનો ઉપયોગ કરીને બનાવી શકો છો અથવા તમારી સુવિધા મુજબ એને તાજું બનાવી શકો છો)
બનાવવાની રીત : પ્રેશર કૂકરમાં કોળાને બાફી લો અને ત્યાર બાદ એને મૅશ કરો. મિક્સ શાકભાજીને અલગથી ઉકાળો અને ઉકાળવા માટે વપરાયેલું પાણી બચાવો. ઠંડું થયા પછી એનો ઉપયોગ નાળિયેરનું દૂધ બનાવવા માટે કરી શકાય છે. (શાક થોડાં ક્રિસ્પી રહે એવી રીતે બાફો, બહુ સૉફ્ટ નહીં કરવાનાં). મૅશ કરેલું કોળું ઠંડું થયા પછી એને અને લસણની કળીને મિક્સર ગ્રાઇન્ડરમાં ઉમેરો અને બારીક પેસ્ટ બનાવો. ચાળણીનો ઉપયોગ કરીને પેસ્ટને ગાળી લો. ૫. પછી એમાં બાફેલાં શાકભાજી ઉમેરો અને થોડું પાણી ઉમેરો જે પહેલાં સાચવેલું હતું. હવે મીઠું (સ્વાદ પ્રમાણે) અને મરીનો પાઉડર ઉમેરો. એને ઉકાળો અને અંતે નારિયેળનું દૂધ ઉમેરીને એને હલાવો. એને કોથમીરનાં પાનથી સજાવો. (જૈન ઑપ્શન માટે લસણનો વપરાશ કરવો નહીં)
ADVERTISEMENT
આ સૂપને ગરમાગરમ ભાત, પરાઠા કે ભાખરી સાથે ખાઓ.

