દરેક ડિવાઇસ માટે અલગ-અલગ ચાર્જર સાથે રાખવું થોડું મુશ્કેલ અને કંટાળાજનક બને છે ત્યારે થ્રી-ઇન-વન કૉમ્પૅક્ટ અને વાયરલેસ ચાર્જર એકસાથે ત્રણ ડિવાઇસને ચાર્જ કરશે અને બૅગમાં જગ્યા પણ બચાવશે
થ્રી-ઇન-વન ચાર્જર
ડિજિટલ વર્લ્ડમાં સ્માર્ટફોનની સાથે સ્માર્ટ વૉચ અને ઇઅરબડ્સ રૂટીન લાઇફનો અભિન્ન ભાગ બની ગયાં છે. જોકે દરેક ડિવાઇસનું અલગ-અલગ ચાર્જર હોવાથી દરેક ડિવાઇસને અલગ-અલગ ચાર્જરથી ચાર્જ કરવું પડે છે. ખાસ કરીને ટ્રાવેલિંગ કરતી વખતે બધાં ડિવાઇસનાં ચાર્જરને મૅનેજ કરવાં વધુ મુશ્કેલ બને છે તથા વાયર્સ અને ઍડૅપ્ટર્સને અલગ-અલગ સંભાળવાં પડે છે. આ સમસ્યાનું સૉલ્યુશન પણ માર્કેટમાં આવ્યું છે જે એકસાથે મોબાઇલ, વૉચ અને ઇઅરબડ્સને ચાર્જ કરશે. થ્રી-ઇન-વન ફોલ્ડેબલ મૅગ્નેટિક વાયરલેસ ચાર્જર દેખાવમાં કૉમ્પૅક્ટ અને સ્ટાઇલિશ તો છે જ, સાથે એ ઘણું ઉપયોગી સાબિત થશે. એની ફોલ્ડેબલ ડિઝાઇન પોર્ટેબલ અને ટ્રાવેલ-ફ્રેન્ડ્લી હોવાથી એને સરળતાથી તમારી બૅગ કે પાઉચમાં કૅરી કરી શકો છો. ચાર્જિંગ દરમ્યાન મૅગ્નેટિક અલાઇનમેન્ટ સૌથી મહત્ત્વપૂર્ણ ફીચર છે. એ આઇફોન જેવા મૅગ્નેટિક સપોર્ટેડ ડિવાઇસ માટે સૂટેબલ છે. એટલું જ નહીં, એ 15W સુધીનું ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે જે સામાન્ય ચાર્જર કરતાં ઘણું ઝડપી કહેવાય. એમાં ઓવરહીટ, ઓવરકરન્ટ, શૉર્ટ સર્કિટ અને ફૉરેન ઑબ્જેક્ટ ડિટેક્શન જેવાં સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યાં છે, જેથી તમારું ડિવાઇસ સલામત રીતે ચાર્જ થાય.
ADVERTISEMENT
યુઝ કેવી રીતે કરવું?
ચાર્જરને ફ્લૅટ સપાટી પર મૂકો અને એને આપવામાં આવેલા ટાઇપ-C કેબલથી પાવર ઍડૅપ્ટર સાથે કનેક્ટ કરો. એ 20W કે એથી વધુ શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે. પછી એમાં સ્માર્ટફોન, સ્માર્ટ વૉચ અને ઇઅરબડ્સ માટે ડેડિકેટેડ પૅનલ્સ આપેલી હોય છે એમાં તમારે ફક્ત રાખવાનું હોય છે. તમે જેવું ડિવાઇસ રાખશો એવું ચાર્જિંગ આપમેળે શરૂ થઈ જઈ જશે. તમે LED ઇન્ડિકેટરથી ચાર્જિંગ સ્ટેટસ જોઈ શકો છો. ઑફિસ-ડેસ્ક, બેડસાઇડ ટેબલ કે ટ્રાવેલ દરમ્યાન પણ એનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. એ મોબાઇલ સ્ટૅન્ડ તરીકે પણ કામ આપે છે, જેથી વિડિયો જોતી વખતે કે વિડિયો-કૉલ કરતી વખતે વધુ અનુકૂળતા મળે છે. તમારા ચાર્જિંગ એક્સ્પીરિયન્સને સિમ્પલ અને સ્માર્ટ બનાવવાની ઇચ્છા રાખો છો તો આ ચાર્જર ચોક્કસ તમારી પસંદ બની રહેશે. ક્વૉલિટી અને બ્રૅન્ડના હિસાબે તમારા બજેટમાં જે બેસ્ટ લાગે એ રીતે તમે આ પ્રકારનું ચાર્જર ખરીદી શકો છો.

