વડોદરામાં એક મધ્યમ વર્ગના પરિવારમાં પતિની સલમાન ખાનના પ્રત્યેની ઈર્ષ્યા પત્નીને માટે ઘરેલું હિંસાનું કારણ બની હતી. વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પતિ-પત્ની વચ્ચે હવે તો સાવ નજીવી વાતને લઈને છૂટાછેડા થતાં હોય છે. સાવ નાની વાતને લઈને દંપત્તિ ઝગડી પડતાં હોય છે અને આ ઝગડો છેક છૂટાછેડા સુધી પહોંચી જાય છે. આવા છૂટાછેડાના કેસ જોઈએ તો તેનાં કારણ સાંભળીને આપણને હસવું આવી જાય. એવા જ એક કેસની આજે વાત કરવી છે. આમ તો દરેકને કોઈકને કોઈક એક્ટર કે એક્ટ્રેસ પ્રત્યે લગાવ હોય એ સ્વાભાવિક છે. કોઈને સલમાન ખાન (Salman Khan) ગમે તો કોઈકને શાહ રૂખ ખાન ગમતો હોય છે. વાત એમ છે કે વડોદરામાં બૉલિવૂડ એક્ટર સલમાન ખાનના કારણે એક ઘર તૂટતાં તૂટતાં બચ્યું છે. હાં, એક મધ્યમ વર્ગના પરિવારમાં પતિની સલમાન ખાનના પ્રત્યેની ઈર્ષ્યાને કારણે પત્નીને માટે ઘરેલું હિંસાનું કારણ બની હતી.
લોકોને એક્ટર ગમે એ તો સમજ્યા પણ વડોદરામાં એક પતિને સલમાન ખાન સાથે નફરત હતી. આ પતિ એ હદે સુધી બૉલિવૂડ એક્ટર સલમાન ખાણથી બળતરા પામતો કે પત્નીને એ ક્યાંય એકલી બહાર જવા ન દેતો. આ બળતરા એટલી વ્યાપક હતી કે જો પેલો પતિ જો ટીવી પર સલમાન ખાન કોઈ એડ કે મુવીમાં દેખાઇ જાય તો તરત જ ચેનલ બદલી લેતો હતો.
ADVERTISEMENT
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારનો આ બનાવ છે. અહીં એક મધ્યમ વર્ગના પરિવાર માં દંપતિને લગ્નના ચાર વર્ષ થયા હતા. બે વર્ષ પહેલા લગ્ન જીવન દરમિયાન સંતાનનો જન્મ થયા બાદ પતિ અને પત્ની વચ્ચેના સંબંધોમાં ફીકાશ આવી હતી. બન્યું એમ કે એક દિવસ પત્નીને પોતાનો ફિલ્મી એક્ટર સલમાન ખાન પ્રત્યેનો પ્રેમ યાદ આવી ગયો.
હવે તેના પતિને આ વાત ખબર પડી ગઈ કે તેની પત્નીને સલમાન ખાન ગમે છે. બસ, પતિના મગજમાં આ વાત સતત ફરતી રહી. જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ પતિને આ વસ્તુ ખૂંચતી રહી. જો સલમાન ખાનની વાત પણ ઘરમાં નીકળે તો એ ગુસ્સાથી લાલ-પીળો થઈ જતો.
પરંતુ પત્ની આ વાત પર બહું ધ્યાન ન આપતી. સમય જતા પતિનો તો વ્યવહાર જ બદલાઈ ગયો. આખરે એક દિવસ તો આ પતિએ આટલી નજીવી વાતમાં પત્નીને માર માર્યો. એટલું જ નહીં એણે સલમાન ખાન ગમતો હોવાથી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી.
બસ, પછી તો આ રીતે પતિ તેની પત્નીને હેરાન કર્યા કરતો હતો. ભાવનાત્મક અને શારીરિક શોષણ હવે સહન કરવામાં જ્યારે મહિલાની શક્તિ ખૂટી એટલે એણે આત્મહત્યાના વિચારો સાથે 181 હેલ્પલાઇન પર સંપર્ક કર્યો. અભયમ દ્વારા તેને સપોર્ટ આપવામાં આવ્યો. આખરે સલમાન ખાનથી ઈર્ષા કરતો પતિ સમજ્યો અને આ એક સુખી પરિવાર તૂટતાં તૂટતાં બચ્યો.

