બંગલાદેશીઓ માટેના આશ્રયસ્થાન સમા ચંડોળા તળાવને મિની બંગલાદેશ બનાવવામાં જેનો મુખ્ય રોલ હતો તે લલ્લા બિહારી પોલીસની ઝપટમાં આવી ગયો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવેલો લલ્લા બિહારી.
અમદાવાદમાં ઘૂસણખોરી કરીને આવેલા બંગલાદેશીઓ માટેના આશ્રયસ્થાન સમા ચંડોળા તળાવને મિની બંગલાદેશ બનાવવામાં જેનો મુખ્ય રોલ હતો તે લલ્લા બિહારી પોલીસની ઝપટમાં આવી ગયો છે. ચંડોળા તળાવમાં ગેરકાયદે વસાહત ઊભી કરી અનેકવિધ અસામાજિક પ્રવૃત્તિ કરતા અને ફરાર થઈ ગયેલા મેહમૂદ ઉર્ફે લલ્લા બિહારી પઠાણને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના મોટી ઝેર ગામમાંથી ઝડપી લીધો હતો અને ગઈ કાલે અમદાવાદ લાવીને વધુ તપાસ હાથ ધરી છે.

