વિતેલા 18 વર્ષોમાં આ ઈન્સ્ટીટ્યુટ, હજારો ભારતીય વિદ્યાર્થીઓને જર્મન ભાષાનું શિક્ષણ આપતી એક વાઈબ્રન્ટ સંસ્થા તરીકે વિકસિત થઈ છે.
લેંગ્વેજ પેન્થિઓનના ફાઉન્ડર અનુજ કુમાર આચાર્ય.
સુરત : ભારતમાંથી વિદેશની યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વિશેષ કરીને, જર્મનીમાં મેડીકલ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ વગેરેનો અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ રસ દાખવી રહ્યા છે. આવા વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન અને કેરિયર નિર્માણમાં ગાઈડન્સ આપવા માટે "લેંગ્વેજ પેન્થિઓન" એ શ્રેષ્ઠ અને સમર્પિત ઇન્સ્ટિટયૂટ તરીકે ઉભરી આવી છે.
"લેંગ્વેજ પેન્થિઓન" ઇન્સ્ટિટયૂટની સ્થાપના શ્રી અનુજ કુમાર આચાર્ય દ્વારા વર્ષ 2007 માં કરવામાં આવી હતી. તેમણે વર્ષ 2004 થી 2007 દરમિયાન જર્મન ભાષા અને સાહિત્યમાં સ્નાતક અને 2009 થી 2012 દરમિયાન, ફોજદારી ન્યાય/રાજકીય વિજ્ઞાનમાં કાયદામાં સ્નાતક કર્યું છે. તેઓ જણાવે છે કે, "વિદેશી ભૂમિમાં અભ્યાસ અને કેરિયર નિર્માણમાં સફળતા માટેનું એક મુખ્ય પરિબળ સ્થાનિક ભાષાનું જ્ઞાન છે. તેમનું વિઝન એવી સિસ્ટમ બનાવવાનું હતું, જ્યાં વિદ્યાર્થીઓ માત્ર ભાષા જ નહીં શીખે, પરતું તેઓ તેમાં નિપુણતા પણ મેળવી શકે. વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સ્તર A1 થી C2 સુધી કોઈપણ પ્રકારની બાધા વગર સરળતાથી પ્રગતિ કરી શકે તે માટે તેમણે "લેંગ્વેજ પેન્થિઓન" ઈન્સ્ટીટ્યુટ માધ્યમથી ફાસ્ટ-ટ્રેક અભ્યાસક્રમો અને એક અનોખી પરીક્ષા પ્રણાલી સહિત નવીન પદ્ધતિઓ રજૂ કરી હતી."
ADVERTISEMENT
વિતેલા 18 વર્ષોમાં આ ઈન્સ્ટીટ્યુટ, હજારો ભારતીય વિદ્યાર્થીઓને જર્મન ભાષાનું શિક્ષણ આપતી એક વાઈબ્રન્ટ સંસ્થા તરીકે વિકસિત થઈ છે. આજે, તે ભારતની સૌથી મોટી જર્મન ભાષા સંસ્થા તરીકે વિખ્યાત છે, જેમાં 41 દેશોમાં 22,000 થી વધુ વિદ્યાર્થીઓ અને 100 થી વધુ લાયક ભાષા નિષ્ણાતોની ફેકલ્ટી છે.
શ્રી આચાર્ય ભારપૂર્વક કહે છે કે, તેમની ફેકલ્ટી ખૂબ જ પ્રતિબદ્ધ અને મહેનતુ વ્યાવસાયિકોની એક ટીમ છે, જે સતત ઉતકૃષ્ઠ શિક્ષણ અને અજોડ માર્ગદર્શન આપવા માટે પ્રયત્નશીલ રહે છે. "લેંગ્વેજ પેન્થિઓન" એક ચોકકસ વિઝન ધરાવતી સંસ્થા છે અને તે ક્યારેય ગુણવત્તા સાથે સમાધાન નથી કરતી. તેનો સર્વાંગી અભિગમ એ વાતની ખાતરી કરે છે કે, વિદ્યાર્થીઓ ઉદ્યોગ માટે તૈયાર થાય, ભાષામાં પારંગત બને અને આંતર-સાંસ્કૃતિક સંદેશાવ્યવહારમાં આત્મવિશ્વાસ કેળવે. સંસ્થાનું મિશન સતત સંબંધ જાળવી રાખીને નવા રસ્તાઓ શોધવાનું છે, જેથી સર્વશ્રેષ્ઠ શિક્ષણ અનુભવ પ્રદાન કરી શકાય.
ઉલ્લેખનીય છે કે, શ્રી આચાર્ય યુનિવર્સિટી અરજીઓ, વિઝા પ્રક્રિયાઓ અને કારકિર્દી પરામર્શમાં વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે માર્ગદર્શન પણ આપે છે અને સપોર્ટની ઇકોસિસ્ટમ બનાવે છે. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે તેઓ અનેરી સમર્પણ ભાવના ધરાવે છે. તેમનું કાર્ય દિવસ ઘણીવાર 16 કલાક સુધીનો હોય છે. તેમની મહેનતે "લેંગ્વેજ પેન્થિઓન"ને જર્મન જાહેર યુનિવર્સિટીઓ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા બનાવી છે અને જર્મન-ભાષા પ્રતિભા માટે TCS, Amazon અને Concentrix જેવી કંપનીઓ દ્વારા તેને અપનાવવામાં આવી છે.
`સુપર 30` ના સ્થાપક આનંદ કુમાર પોતાના અભિપ્રાયમાં સંક્ષિપ્તમાં જણાવે છે કે, "અનુજ આચાર્યજી જર્મન ભાષાના ઉત્તમ શિક્ષક માત્ર જ નથી, પરંતુ ભારતના યુવાનો માટે રોજગારની ઉત્તમ તકોનું સર્જન કરવામાં પણ તેમનો અમૂલ્ય ફાળો છે."
જુસ્સા, નવીનતા અને માર્ગદર્શનના સંયોજન દ્વારા, શ્રી અનુજ કુમાર આચાર્ય અને "લેંગ્વેજ પેન્થિઓન", ભારતીય વિદ્યાર્થીઓની જર્મન ભાષા શીખવાની અને ઉપયોગ કરવાની પદ્ધતિમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે, જેનાથી તેમની માટે કારકિર્દી, શિક્ષણ અને વૈશ્વિક તકોના નવા દ્વાર ખુલી રહ્યા છે.
"લેંગ્વેજ પેન્થિઓન" ઈન્સ્ટીટ્યુટના સ્થાપક શ્રી અનુજ કુમાર આચાર્યના પ્રયાસોએ અનેક વિદ્યાર્થીઓના જીવન પર ઊંડી અસર કરી છે. કેટલાક વિદ્યાર્થીઓના વિચારો અહીં પ્રસ્તુત છે.
(1) હાર્દિક દીપકભાઈ ગોર જણાવે છે કે, "હું એપ્રિલ 2022 માં મારી માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવા માટે જર્મની ગયો હતો. ત્યાં મને ઘણી યુનિવર્સિટીઓ તરફથી પ્રવેશ ઓફર મળી હતી. કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી, મેં ટેક્નિશ હોચસ્ચ્યુલ ઇંગોલસ્ટાડ્ટ પસંદ કર્યું. મેં લેંગ્વેજ પેન્થિઓન ઈન્સ્ટીટ્યુટમાં A1 થી C1 સ્તર સુધી જર્મન ભાષાનો અભ્યાસ કર્યો અને મારી બધી પરીક્ષાઓ પહેલા જ પ્રયાસમાં પાસ કરી. આ મજબૂત પાયો ખરેખર ગેમ-ચેન્જર સાબિત થયો. જર્મની પહોંચ્યાના એક અઠવાડિયામાં જ, મને પાર્ટ-ટાઇમ નોકરી મળી. ત્યાર પછી વિદ્યાર્થી સહાયકની ભૂમિકા મળી અને પછીથી ઓડીમાં ઇન્ટર્નશિપ મેળવી. આજે, હું વર્થમાં સપ્લાય ચેઇન એન્જિનિયર તરીકે કામ કરું છું. મારી આ સફરનો મુખ્ય શ્રેય લેંગ્વેજ પેન્થિઓન દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અને કાઉન્સેલિંગને જાય છે."
(2) MBA ની વિદ્યાર્થીની ખુશ્બુ અરોરાએ પોતાનો મંતવ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે, "મેં 2024 ના ઉનાળામાં હોચસ્ચ્યુલ હોફ ખાતે MBA પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો હતો અને હાલમાં હું કોન્ટિનેન્ટલ AG ખાતે કંટ્રોલિંગમાં ઇન્ટર્નશિપ કરી રહી છું. મેં લેંગ્વેજ પેન્થિઓનમાં C1 સુધીનો અભ્યાસ કર્યો, જેણે સાચે જ મારું જીવન બદલી નાખ્યું. આજે હું જ્યાં પણ છું તે આ ઈન્સ્ટીટ્યુટ અને તેના અદ્ભુત સ્ટાફને કારણે છે. આટલા મહાન પ્લેટફોર્મનું નેતૃત્વ કરવા બદલ અનુજ સરનો હૃદયપૂર્વક આભાર."
(3) એન્જિનિયરિંગના વિદ્યાર્થી સ્વપ્નિલ ગુપ્તા કહે છે કે, "મેં 2022 માં લેંગ્વેજ પેન્થિઓનમાંથી જર્મન શીખવાનું શરૂ કર્યું હતું. તેમના માર્ગદર્શનથી મને ટેકનિશે હોચસ્ચુલે ઇંગોલસ્ટાડ્ટ ખાતે ઓટોનોમસ વ્હીકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનું મારું સ્વપ્ન સાકાર કરવામાં મદદ મળી, જ્યાં હું હવે મારા બીજા વર્ષમાં છું. હું મારા C1.2 સ્તર માટે લેંગ્વેજ પેન્થિઓન ઈન્સ્ટીટ્યુટ સાથે આગળ અભ્યાસ માટે આતુર છું. તેમનું શિક્ષણ અને સમર્થન અસાધારણ છે."
(4) અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું કે, "અનુજ સરની શિક્ષણ આપવાની રીત અને વ્યાકરણ સમજવા માટેની ટિપ્સ વર્ગમાં સર્વશ્રેષ્ઠ છે. તેમના વર્ગોમાં હાજરી આપ્યા પછી, ક્યારેય કોઈ શંકા રહેશે નહીં."
આ લેખ શ્રી દિલીપ આનંદના સૂચનો આધારિત લખાયો છે.

