કેટલાક કિસ્સાઓમાં તો અડધે રસ્તે પહોંચીને કૅબ-ડ્રાઇવરોએ પૅસેન્જરોને રસ્તામાં જ વચ્ચે ઉતારી દીધા હતા. એ પછી પૅસેન્જરોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો અન્ય વિકલ્પ શોધવો પડ્યો હતો.
ગઈ કાલે આઝાદ મેદાનમાં ધરણા કરતા કૅબ-ડ્રાઇવરો. (તસવીર : રાજેન્દ્ર બી. અકલેકર)
ઓલા-ઉબર જેવી ઍપઆધારિત કૅબ-ટૅક્સીના ડ્રાઇવરો ગઈ કાલે કોઈ પણ પૂર્વસૂચના આપ્યા વગર અણધારી સ્ટ્રાઇક પર ઊતરી જતાં લોકોને ભારે હાડમારી ભોગવવી પડી હતી. કેટલાક કિસ્સાઓમાં તો અડધે રસ્તે પહોંચીને કૅબ-ડ્રાઇવરોએ પૅસેન્જરોને રસ્તામાં જ વચ્ચે ઉતારી દીધા હતા. એ પછી પૅસેન્જરોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો અન્ય વિકલ્પ શોધવો પડ્યો હતો.
કૅબ-ડ્રાઇવરો ગઈ કાલે બપોરે અણધારી સ્ટ્રાઇક પર ઊતરી ગયા હતા. તેઓ બધા આઝાદ મેદાન પહોંચી ગયા હતા. તેમનું કહેવું હતું કે બાઇક-ટૅક્સી ગેરકાયદે દોડી રહી છે, ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા એના પર કોઈ ઍક્શન લેવામાં આવતી નથી જેના કારણે અમારે સહન કરવું પડે છે, અમે આ બાબતે હવે વધુ ચૂપ નહીં બેસીએ.
ADVERTISEMENT
ઍપઆધારિત કૅબ-ડ્રાઇવરોની માગ
ભાડાં તર્કબદ્ધ હોવાં જોઈએ.
મીટર-કૅબ (કાળીપીળી)નાં અને ઍપ-બેઝ્ડ કૅબનાં ભાડાં સમાન હોવાં જોઈએ.
બાઇક-ટૅક્સી પર સખત પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.
ડ્રાઇવરો માટે વેલ્ફેર બોર્ડ બનાવવું જોઈએ અને મહારાષ્ટ્ર ગિગ વર્કર્સ ઍક્ટનો અમલ થવો જોઈએ.

