બંગલાદેશના નરસિંગડીથી ૧૩ કિલોમીટર સાઉથ-વેસ્ટમાં ગઈ કાલે સાંજે ચાર વાગ્યે ૫.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
ઢાકામાં ગઈ કાલે ધરતીકંપમાં જૂના શહેરની ગલીઓમાં દીવાલો અને છતો ધરાશાયી થઈ ગઈ હતી
બંગલાદેશના નરસિંગડીથી ૧૩ કિલોમીટર સાઉથ-વેસ્ટમાં ગઈ કાલે સાંજે ચાર વાગ્યે ૫.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેને કારણે પશ્ચિમ બંગાળના અનેક ભાગોમાં ભારે આંચકા અનુભવાયા હતા. કલકત્તા, માલદા, કૂચબિહાર, નાદિયા, સાઉથ દિનાજપુર અને સિલિગુડીમાં લોકોએ નોંધપાત્ર ધ્રુજારી અનુભવી હતી અને ઘણા લોકો ભયભીત થઈને ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકા ટૂંકા હોવા છતાં ભૂકંપની ઊંડાઈ ઓછી હોવાને કારણે સમગ્ર પ્રદેશમાં વ્યાપકપણે અનુભવાયા હતા. નુકસાન કે ઈજાના કોઈ તાત્કાલિક અહેવાલો બહાર આવ્યા નથી, પરંતુ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રહેવાસીઓએ આ ભૂકંપને તીવ્ર ગણાવ્યો હતો, જેને કારણે સાંજની નિયમિત પ્રવૃત્તિઓ દરમ્યાન ઘણા લોકો અચંબામાં પડી ગયા હતા.

ADVERTISEMENT
ઢાકામાં ગઈ કાલે ધરતીકંપમાં જૂના શહેરની ગલીઓમાં દીવાલો અને છતો ધરાશાયી થઈ ગઈ હતી
બંગલાદેશમાં ૨૮ વર્ષ પછી આવ્યો ધરતીકંપ, ઢાકામાં ૬ લોકોનાં મૃત્યુ અને ૧૦૦થી વધુ ઘાયલ
ગઈ કાલે બંગલાદેશમાં સવારે ૧૦.૩૮ વાગ્યે આવેલા ધરતીકંપને કારણે રાજધાની ઢાકા, નરસિંગડી અને ગાઝીપુર વિસ્તારમાં સૌથી વધુ અસર થઈ હતી. અનેક મકાનોની છત પડી ગઈ હતી અને સીડીઓની રેલિંગ તૂટી ગઈ હતી. એમાં ૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૦૦ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. બંગલાદેશમાં છેલ્લે ચટગાંવમાં ૧૯૯૭માં તીવ્ર ધરતીકંપના આંચકા મહેસૂસ થયા હતા.


