દેશના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ૩ મેએ પૂરા થયેલા સપ્તાહ દરમ્યાન કોવિડ-19ના કેસ ૨૮ ટકા વધીને ૧૪,૨૦૦ થયા છે.
પ્રતીકાત્મક તસવીર
એશિયામાં અને ખાસ કરીને હૉન્ગકૉન્ગ અને સિંગાપોરમાં કોવિડ-19ના કેસોમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. કોવિડ-19નો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાથી આમ થઈ રહ્યું હશે એવો સંકેત અધિકારીઓ આપી રહ્યા છે અને લોકોને રસી લેવાની વિનંતી કરી રહ્યા છે. હૉન્ગકૉન્ગમાં ૩ મે સુધીના અઠવાડિયામાં ૩૧ ગંભીર કેસ નોંધાયા હતા. ગટરના પાણીમાં કોવિડ-19 વાઇરસ મળી આવ્યો છે અને વધુ ને વધુ લોકો આ રોગનાં લક્ષણો સાથે હૉસ્પિટલો અને ક્લિનિક્સમાં જઈ રહ્યા છે. એશિયાના બીજા ગીચ શહેર સિંગાપોરમાં પણ કોવિડ-19ના કેસોમાં વધારો નોંધાયો છે. દેશના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ૩ મેએ પૂરા થયેલા સપ્તાહ દરમ્યાન કોવિડ-19ના કેસ ૨૮ ટકા વધીને ૧૪,૨૦૦ થયા છે.

