સોનેરી ચાવી ટ્રમ્પના હસ્તાક્ષરવાળા ભૂરા લાકડાના બૉક્સની અંદર હતી. આ પ્રસંગે ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે મેં આ ગિફ્ટ ખૂબ જ ખાસ લોકો માટે અનામત રાખી છે.
ડોનલ્ડ ટ્રમ્પ, ઈલૉન મસ્ક
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ઈલૉન મસ્કને ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશ્યન્સી (DOGE) માટે તેમણે આપેલી સર્વિસિસ બદલ વાઇટ હાઉસની સોનાની ચાવી ગિફ્ટમાં આપી હતી. સોનેરી ચાવી ટ્રમ્પના હસ્તાક્ષરવાળા ભૂરા લાકડાના બૉક્સની અંદર હતી. આ પ્રસંગે ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે મેં આ ગિફ્ટ ખૂબ જ ખાસ લોકો માટે અનામત રાખી છે.
અમેરિકન પ્રેસિડન્ટના સત્તાવાર નિવાસસ્થાન વાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ઈલૉન મસ્કને વિદાય આપવા માટે ખાસ પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી. મસ્કે ટ્રમ્પ-પ્રશાસનમાં ૧૩૦ દિવસ વિતાવ્યા હતા.
ADVERTISEMENT
કેમ ખાસ છે આ ગોલ્ડન ચાવી?
૨૦૨૨માં પ્રકાશિત થયેલી બુક ‘બ્રેકિંગ હિસ્ટરી’માં ટ્રમ્પના જમાઈ અને ભૂતપૂર્વ વરિષ્ઠ સલાહકાર જેરેડ કુશનરે જણાવ્યું હતું કે ‘૨૦૨૦માં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને આવી ચાવી ગિફ્ટમાં આપવામાં આવી હતી. નેતન્યાહુને ચાવી આપતાં ટ્રમ્પે કહ્યું કે આ એ ચાવી છે જેને અમે વાઇટ હાઉસની ચાવી કહીએ છીએ અને એ અમારા દેશ અને અમારા હૃદયની ચાવી છે.’
પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે ઇઝરાયલના વડા પ્રધાનને કહ્યું હતું કે આ પહેલી ચાવી છે જે હું કોઈ ખાસ વ્યક્તિને આપી રહ્યો છું, આ ચાવી નેતન્યાહુને વાઇટ હાઉસમાં પ્રવેશવાની મંજૂરી આપશે, ભલે ટ્રમ્પ રાષ્ટ્રપતિ ન હોય.
જપાની પૉપસ્ટારના બાળકના પણ પિતા છે ઈલૉન મસ્ક?
ઈલૉન મસ્કના સંદર્ભમાં અમેરિકામાં ‘ધ ન્યુ યૉર્ક ટાઇમ્સે’ એક વિસ્ફોટક અહેવાલ આપ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મસ્ક ડ્રગ્સનો ઉપયોગ કરે છે અને તે ગુપ્ત રીતે એક જપાની પૉપસ્ટારથી એક બાળકના પિતા પણ છે. આ અહેવાલ પ્રકાશિત થયા બાદ ભારે વિવાદ સર્જાયો છે. ઈલૉન મસ્ક ગયાં ૨૦ વર્ષમાં ઓછામાં ઓછાં ૧૪ બાળકોના પિતા બન્યા છે.

