Donald Trump used F-word for Iran-Israel War: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે જાહેરમાં `F`શબ્દનો ઉપયોગ કરીને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખૂબ ગુસ્સે દેખાતા હતા. તાજેતરમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે "સંપૂર્ણ યુદ્ધવિરામ" થયો છે.
ડોનલ્ડ ટ્રમ્પ ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે જાહેરમાં `F`શબ્દનો ઉપયોગ કરીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ખૂબ ગુસ્સે દેખાતા હતા. આ એક દુર્લભ પ્રસંગ હતો જ્યારે કોઈ વર્તમાન અમેરિકી રાષ્ટ્રપતિએ મીડિયા બ્રીફિંગ દરમિયાન ખુલ્લા મંચ પર આવી ભાષાનો ઉપયોગ કર્યો હોય.
ટ્રમ્પે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે "સંપૂર્ણ અને વ્યાપક યુદ્ધવિરામ" થયો છે, જેનાથી 13 જૂનથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવ્યો છે, પરંતુ તેના થોડા કલાકો પછી, ઈરાન-ઇઝરાયલ પર બીજો મિસાઇલ હુમલો થયો અને તેલ અવીવમાં સાયરન વાગવા લાગ્યા.
ADVERTISEMENT
ટ્રમ્પે `F-વર્ડ` વાપરી કહ્યું ઇઝરાયલ-ઈરાન શું કરી રહ્યા છે તેમને ખબર નથી...
ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે કહ્યું કે ઇરાને યુદ્ધવિરામ તોડ્યા બાદ તેમણે ઇઝરાયલી સેનાને `બદલો` લેવાનો આદેશ આપ્યો છે. મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, "સંભવતઃ સમયમર્યાદા પછી રોકેટ છોડવામાં આવ્યું હતું અને હવે ઇઝરાયલ બદલો લઈ રહ્યું છે. આ લોકોએ હવે શાંત થઈ જવું જોઈએ."
આગામી નાટો સમિટ માટે હેગ જતા પહેલા મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, "મેં જે જોયું તેમાંથી ઘણી વસ્તુઓ મને ગમતી નહોતી. ઇઝરાયલે તરત જ હુમલો કર્યો, ભલે અમે કરાર કર્યો હતો. તેઓએ રાહ જોવી જોઈતી હતી." ટ્રમ્પે પછી કહ્યું, "આ બંને દેશો એટલા લાંબા સમયથી લડી રહ્યા છે કે હવે તેઓ પોતે પણ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે." આ વાત કરતાં જ તેમણે `F` શબ્દ`નો ઉપયોગ કર્યો હતો.
મંગળવારે સવારે ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન અને ઇઝરાયલ સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે અને 12 દિવસનો સંઘર્ષ સમાપ્ત થઈ ગયો છે. જો કે ઈરાને તરત જ આ દાવાને નકારી કાઢ્યો હતો, પરંતુ પછી તેણે એક નિવેદનમાં સંકેત આપ્યો હતો કે તેણે હાલ પૂરતા હુમલા બંધ કરી દીધા છે.
શું ક્યારેય કોઈ રાષ્ટ્રપતિએ જાહેરમાં `F` શબ્દનો ઉપયોગ કર્યો છે?
એવું માનવામાં આવે છે કે આ પહેલી વાર છે જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ જાહેર મંચ પર `F`શબ્દનો ઉપયોગ કર્યો હોય. જો કે, ઇતિહાસમાં એવા કેટલાક ઉદાહરણો છે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિઓએ ખાનગી અથવા ઑફ-રેકોર્ડ વાતચીતમાં આવી ભાષાનો ઉપયોગ કર્યો હોય.
ઉદાહરણ તરીકે, ઑક્ટોબર 2022 માં ફ્લોરિડાના ફોર્ટ માયર્સની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ જો બિડેનને એમ કહેતા સાંભળવામાં આવ્યા હતા કે, `No one fu*ks with a Biden.` જો કે તે સ્પષ્ટ નહોતું કે તેઓ કોનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડીએ પણ કહ્યું હતું કે તે ફર્સ્ટ લેડી જેકી કેનેડી માટે $5,000 ના મેટરનિટી સુટમાં `મેજર fu**up" થયું હતું.
ટ્રમ્પ અગાઉ રશિયન રાષ્ટ્રપતિ મેદવેદેવના નિવેદનથી પણ ગુસ્સે થયા છે, જેમાં તેમણે ઈરાનને પરમાણુ શસ્ત્રો આપવાની વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, "શું મેં સાચું સાંભળ્યું છે કે રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ `N` શબ્દ` (પરમાણુ)નો ઉપયોગ કર્યો હતો?" ટ્રમ્પ પહેલાથી જ તેમના સ્પષ્ટ અને કઠોર નિવેદનો માટે જાણીતા છે, પરંતુ આ પહેલી વાર છે જ્યારે તેમણે સ્ટેજ પરથી ખુલ્લેઆમ `F` શબ્દનો ઉપયોગ કર્યો છે.

