અમીર લોકોની મજાક ઉડાડવા માટે બનેલું આ નક્કર સોનાનું ટૉઇલેટ પૂરી રીતે ફંક્શનલ છે
અમેરિકા નામનું ૧૦૧ કિલો સોનાનું ટૉઇલેટ
મંગળવારે અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં યોજાયેલા સોધબીઝ ઑક્શન હાઉસની હરાજીમાં ઘણી ચીજો કરોડોના ભાવમાં વેચાઈ. એમાં સૌનું ધ્યાન ખેંચે એવી એક ચીજ હતી અમેરિકા નામનું ૧૦૧ કિલો સોનાનું ટૉઇલેટ. અમીર લોકોની મજાક ઉડાડવા માટે બનેલું આ નક્કર સોનાનું ટૉઇલેટ પૂરી રીતે ફંક્શનલ છે. જ્યારે એ વેચાવા નીકળ્યું હતું ત્યારે સોનાના ભાવ મુજબ એની કિંમત ૮૮ કરોડ રૂપિયા જેટલી અંકાઈ રહી હતી, પરંતુ ઑક્શન દરમ્યાન એ ૧૨.૧ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૧૦૭ કરોડ રૂપિયામાં વેચાયું હતું.


