ભારત અને અન્ય દેશો દ્વારા અમેરિકન ચીજવસ્તુઓ પર લાદવામાં આવતી ડ્યુટીના મામલે ટ્રમ્પ સતત ટીકા કરી રહ્યા છે.
નરેન્દ્ર મોદી, ડોનલ્ડ ટ્રમ્પ
ભારત અને અમેરિકાના અધિકારીઓએ દ્વિપક્ષીય વ્યાપાર સમજૂતીને લઈને વાતચીતનો એક તબક્કો શનિવારે પૂરો કર્યો હતો. વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. આ બેઠકમાં અમેરિકાના અધિકારીઓની ટીમનું નેતૃત્વ સાઉથ અને સેન્ટ્રલ એશિયા માટે અસિસ્ટન્ટ અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ બ્રેન્ડ લિન્ચે કર્યું હતું.
આ અગાઉ ભારત અને અમેરિકાની ટ્રેડ ટૅરિફ વાટાઘાટોને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે બન્ને દેશો વચ્ચે ટૅરિફથી જોડાયેલી વાતચીતનાં ખૂબ સારાં પરિણામ આવશે. આ સાથે જ ટ્રમ્પે વડા પ્રધાન મોદીને તેમના સારા મિત્ર અને સ્માર્ટ વ્યક્તિ ગણાવ્યા હતા. ભારત અને અન્ય દેશો દ્વારા અમેરિકન ચીજવસ્તુઓ પર લાદવામાં આવતી ડ્યુટીના મામલે ટ્રમ્પ સતત ટીકા કરી રહ્યા છે. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિની તાજેતરની ટિપ્પણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

