Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > માઇક્રોસૉફ્ટની સર્વિસના આઉટેજથી દુનિયાભરમાં Outlook, Teams અને Microsoft 365 સર્વિસ ઠપ

માઇક્રોસૉફ્ટની સર્વિસના આઉટેજથી દુનિયાભરમાં Outlook, Teams અને Microsoft 365 સર્વિસ ઠપ

Published : 14 November, 2026 11:02 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઇબર હુમલાની આશંકા નથી : માઇક્રોસૉફ્ટે કહ્યું હતું કે આઉટેજનું કારણ સાઇબર અટૅક નથી. ઑસ્ટ્રેલિયાના સાઇબર સિક્યૉરિટી મિનિસ્ટરે કહ્યું હતું કે માઇક્રોસૉફ્ટ માને છે કે આ સાઇબર અટૅક નથી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


દુનિયાની દિગ્ગજ સૉફ્ટવેર કંપની માઇક્રોસૉફ્ટની વૈશ્વિક સર્વિસ ગઈ કાલે સર્વરમાં ખામી થવાના કારણે ખોરવાઈ ગઈ હતી. પરિણામે માઇક્રોસૉફ્ટની વિવિધ સર્વિસ જેવી કે Outlook, Teams અને Microsoft 365ને વાપરનારા યુઝર્સને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકાના સમય મુજબ ગુરુવારે બપોરે અને ભારતીય સમય મુજબ ગુરુવારે રાત્રે ૧૨.૩૦ વાગ્યા બાદ આ મુશ્કેલી શરૂ થઈ હતી. સર્વિસ ખોરવાઈ જવાની ઘટનાઓ પર નજર રાખતી વેબસાઇટ ડાઉનડિટેક્ટર (Downdetector)ના જણાવ્યા અનુસાર ૭૪ દેશોમાં ઓછામાં ઓછા એક લાખ યુઝર્સે એક કલાકની અંદર Outlook વાપરવામાં મુશ્કેલીઓ આવી હોવાની જાણ કરી હતી. યુરોપના ઘણા દેશોમાં પણ યુઝર્સે દિવસની શરૂઆત કરતાંની સાથે જ આવી ફરિયાદો નોંધાવી હતી. આઉટલુક અને ટીમ્સ જેવા પ્લૅટફૉર્મના આઉટેજને કારણે ઈમેઇલ મોકલવામાં અને ઑનલાઇન મીટિંગ્સ યોજવામાં મુશ્કેલી પડી હતી. આ સમસ્યાએ OpenAI અને અૅન્થ્રોપિકની AI સર્વિસ માટેનાં કનેક્ટર્સને પણ અસર કરી હતી. 
આ આઉટેજથી માઇક્રોસૉફ્ટની ક્લાઉડ-આધારિત ઇકોસિસ્ટમ પર વ્યાપક નિર્ભરતા વિશે ચિંતાઓ ઊભી થઈ હતી, જેમાં એક જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડરમાં આવેલા વિક્ષેપોના કારણે વિશ્વભરના વ્યવસાયો અને યુઝર્સ પર ગંભીર પરિણામો આવી રહ્યાં છે.


માઇક્રોસૉફ્ટ 365એ એના સોશ્યલ મીડિયા દ્વારા પુષ્ટિ આપી છે કે આઉટેજને સામાન્ય બનાવવા અને સ્થિર કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે, કંપનીની ટીમે રિસ્ટોરેશન કામગીરી શરૂ કરી છે જેમાં આશરે ૪૮ કલાક જેટલો સમય લાગવાની ધારણા છે.

માઇક્રોસૉફ્ટ આઉટેજ : મુખ્ય મુદ્દાઓ

આઉટલુક અને ટીમ્સ આઉટેજ: યુઝર્સે ઈમેઇલ ઍક્સેસ કરવામાં, મેસેજ મોકલવામાં, સાઇન ઇન કરવામાં અને ચોક્કસ ટીમ્સ સુવિધાઓનો ઉપયોગ કરવામાં સમસ્યાઓની જાણ કરી.
એશિયા-પૅસિફિકમાં આઉટેજ: ભારત, ઑસ્ટ્રેલિયા અને જપાને વિક્ષેપની જાણ કરી; કારણ કે આ આઉટેજ શુક્રવારે કામકાજના કલાકોમાં થયો હતો. હૉન્ગકૉન્ગમાં બિઝનેસને અસર પડી હતી.
સર્વિસ રિસ્ટોરેશનમાં સંઘર્ષ: માઇક્રોસૉફ્ટ કંપનીએ કેટલાક પ્રદેશોમાં આંશિક સર્વિસ શરૂ થવાની જાણ કરી હતી, પરંતુ સંપૂર્ણ સર્વર રિસ્ટોરેશન થયું નથી.
ભારતીય ઍરલાઇનોને અસર: ભારતીય ઍરલાઇન્સ ઇન્ડિગો અને અકાસા ઍરે ઈમેઇલ સપોર્ટમાં સમસ્યાની જાણ કરી હતી. તેમણે કસ્ટમરોને બીજા કમ્યુનિકેશન માધ્યમથી સંપર્ક કરવાની સલાહ આપી હતી. ઑસ્ટ્રેલિયા, જપાન અને અમેરિકામાં સરકારી એજન્સીઓના કામકાજને પણ અસર થઈ.


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2026 11:02 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK