ગુરુવારે સંસદમાં ચર્ચા દરમ્યાન પાકિસ્તાની સંસદસભ્ય તાહિર ઇકબાલ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા હતા
પાકિસ્તાની સંસદસભ્ય તાહિર ઇકબાલ
ભારતના ઑપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. આનું ઉદાહરણ પાકિસ્તાનની સંસદમાં પણ જોવા મળ્યું હતું. ગુરુવારે સંસદમાં ચર્ચા દરમ્યાન પાકિસ્તાની સંસદસભ્ય તાહિર ઇકબાલ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા હતા. ઇકબાલે કહ્યું, ‘હે અલ્લાહ, આજે મને બચાવો. અમે પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ આપણા દેશનું રક્ષણ કરે અને આપણને એક રાખે.’

