ડોનલ્ડ ટ્રમ્પના સલાહકાર પીટર નવારોનો નવો બફાટ
ડોનલ્ડ ટ્રમ્પના સલાહકાર પીટર નવારો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના સલાહકાર પીટર નવારો પાછલા ઘણા સમયથી ભારતવિરોધી ઝેર ઓકવા માટે કુખ્યાત થયા છે. ગઈ કાલે તેમણે એવું કહ્યું હતું કે ભારત રશિયા સાથે તેલનો વેપાર કરીને કમાણી કરી રહ્યું છે, પણ આ કમાણી માત્ર બ્રાહ્મણો કરી રહ્યા છે અને એનો ભોગ ભારતની જનતા બની રહી છે. આ બાબતને આપણે રોકવી પડશે. યુક્રેનમાં રશિયાના ડ્રોન-હુમલાઓમાં લોકો મરી રહ્યા છે અને ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. ભારત આપણને તેમને ત્યાં વેચવા નથી દેતું. ભારતના લોકોએ સમજવું પડશે કે અહીં શું થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી એક સારા નેતા છે, પણ મને સમજાતું નથી કે તેઓ પુતિન અને શી જિનપિંગની આટલા નજીક શું કામ જઈ રહ્યા છે.
ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે એવું કહીને પીટર નવારોએ જણાવ્યું હતું કે ‘ભારત રશિયા પાસેથી તેલ ખરીદીને રિફાઇન કરીને યુરોપને જ વેચી રહ્યું છે. ભારત ન્યુટ્રલ રહેવાનો ઢોંગ કરીને પ્રતિબંધોથી બચી રહ્યું છે.’

