યુક્રેનની રાજધાનીમાં થયેલો આ હુમલો યુદ્ધનો બીજો સૌથી મોટો હવાઈ હુમલો માનવામાં આવે છે, જેમાં ૪ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો
યુક્રેનમાં યુરોપિયન યુનિયન અને બ્રિટિશ કાઉન્સિલનાં બિલ્ડિંગો પર રશિયાનો હુમલો
રશિયાએ રાતોરાત કરેલા હુમલાઓમાં યુરોપિયન યુનિયન (EU)ના રાજદ્વારી મિશન અને કિએવમાં બ્રિટિશ કાઉન્સિલનાં બિલ્ડિંગોને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના પર કમેન્ટ કરતાં યુક્રેનના પ્રેસિડન્ટ વૉલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે ‘મૉસ્કોએ આ હુમલાનું પરિણામ ભોગવવું પડશે. રશિયા યુદ્ધ સમાપ્ત કરવાનું પસંદ કરી રહ્યું નથી.’
યુક્રેનની રાજધાનીમાં થયેલો આ હુમલો યુદ્ધનો બીજો સૌથી મોટો હવાઈ હુમલો માનવામાં આવે છે, જેમાં ૪ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો. યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન કીર સ્ટાર્મરે આ હુમલાઓની નિંદા કરીને રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન પર શાંતિની આશાઓને તોડી પાડવાનો આરોપ લગાવ્યો હતો. વાઇટ હાઉસમાં મીડિયા બ્રીફિંગ દરમ્યાન પ્રેસ-સેક્રેટરી કૅરોલિન લેવિટે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ રશિયન હુમલાઓથી ખુશ નથી, પણ તેમને આ હુમલાથી આશ્ચર્ય પણ થયું નથી.

