સરકાર સૌના વિકાસ અને સામાજિક સંવાદિતામાં માને છે. ૨૦૧૬-’૧૭માં દેવેન્દ્ર ફડણવીસે મરાઠાઓને ૧૦ ટકા અનામત આપી હતી જે હાઈ કોર્ટમાં ટકી શકી હતી
એકનાથ શિંદે
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘મરાઠા સમાજ માટે જે પણ અનામત આપવામાં આવશે એ કાયદાની જોગવાઈ હેઠળ આપવામાં આવશે અને એને માટે અત્યારના OBCના ક્વોટામાંથી કોઈ ભાગ નહીં પડાવાય. અમે કોઈ એકનો હક છીનવીને બીજાને ન આપી શકીએ. એ સરકારનું ધોરણ નથી અને મરાઠાઓનું સ્ટૅન્ડ પણ નથી. સરકાર સૌના વિકાસ અને સામાજિક સંવાદિતામાં માને છે. ૨૦૧૬-’૧૭માં દેવેન્દ્ર ફડણવીસે મરાઠાઓને ૧૦ ટકા અનામત આપી હતી જે હાઈ કોર્ટમાં ટકી શકી હતી, પણ એ પછી કેટલાક લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. એ વખતે મહા વિકાસ આઘાડીની સરકાર હતી જે કોર્ટમાં મરાઠા સમાજની યોગ્ય રજૂઆત ન કરી શકી એટલે સુપ્રીમ કોર્ટમાં એ ટકી ન શકી. એ પછી હું જ્યારે મુખ્ય પ્રધાન બન્યો ત્યારે પણ અમે ૧૦ ટકા અનામત આપી. જે શક્ય હતું એ આપ્યું અને જે શક્ય હશે એ બધું જ અમે કરીશું. સરકારનું આ જ ધોરણ છે. સરકાર હજી પણ મરાઠાઓને કઈ રીતે વધુ ફાયદો મળી શકે એના પર વિચારી રહી છે. જોકે એ કાયદાકીય રીતે જસ્ટિફાય થવું જોઈએ. કાયદામાં જે પણ બેસશે એ આપવા સરકાર સકારાત્મક છે.’મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘મરાઠા સમાજ માટે જે પણ અનામત આપવામાં આવશે એ કાયદાની જોગવાઈ હેઠળ આપવામાં આવશે અને એને માટે અત્યારના OBCના ક્વોટામાંથી કોઈ ભાગ નહીં પડાવાય. અમે કોઈ એકનો હક છીનવીને બીજાને ન આપી શકીએ. એ સરકારનું ધોરણ નથી અને મરાઠાઓનું સ્ટૅન્ડ પણ નથી. સરકાર સૌના વિકાસ અને સામાજિક સંવાદિતામાં માને છે. ૨૦૧૬-’૧૭માં દેવેન્દ્ર ફડણવીસે મરાઠાઓને ૧૦ ટકા અનામત આપી હતી જે હાઈ કોર્ટમાં ટકી શકી હતી, પણ એ પછી કેટલાક લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. એ વખતે મહા વિકાસ આઘાડીની સરકાર હતી જે કોર્ટમાં મરાઠા સમાજની યોગ્ય રજૂઆત ન કરી શકી એટલે સુપ્રીમ કોર્ટમાં એ ટકી ન શકી. એ પછી હું જ્યારે મુખ્ય પ્રધાન બન્યો ત્યારે પણ અમે ૧૦ ટકા અનામત આપી. જે શક્ય હતું એ આપ્યું અને જે શક્ય હશે એ બધું જ અમે કરીશું. સરકારનું આ જ ધોરણ છે. સરકાર હજી પણ મરાઠાઓને કઈ રીતે વધુ ફાયદો મળી શકે એના પર વિચારી રહી છે. જોકે એ કાયદાકીય રીતે જસ્ટિફાય થવું જોઈએ. કાયદામાં જે પણ બેસશે એ આપવા સરકાર સકારાત્મક છે.’

