પાકિસ્તાનનો ભારત પર આક્ષેપ, ભારતે ફગાવ્યો
સ્કૂલબસ પર થયો સુસાઇડ કાર-બૉમ્બ અટૅક
સાઉથવેસ્ટ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ખુઝદર જિલ્લામાં ગઈ કાલે એક આત્મઘાતી કારબૉમ્બર દ્વારા સ્કૂલબસને નિશાન બનાવવામાં આવતાં ઓછામાં ઓછાં ૪ બાળકોનાં મૃત્યુ થયાં હતાં અને ૩૮ બાળકો ઘાયલ થયાં હતાં. ઘાયલોમાંથી ઘણાં બાળકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
આ સંદર્ભમાં ખુઝદારના ડેપ્યુટી કમિશનર યાસિર ઇકબાલે જણાવ્યું હતું કે ‘લશ્કર સંચાલિત સ્કૂલમાં બાળકો બસમાં બેસીને જતાં હતાં ત્યારે એક કાર ધડાકાભેર બસ સાથે ટકરાઈ હતી અને વિસ્ફોટ થયો હતો. અત્યાર સુધી કોઈ જૂથે જવાબદારી સ્વીકારી નથી, પરંતુ શંકા બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) પર હોવાની શક્યતા છે, જે પ્રાંતમાં વારંવાર નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલો કરે છે. ૨૦૧૯માં અમેરિકાએ BLAને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.’
ADVERTISEMENT
પાકિસ્તાને આ હુમલા પાછળ ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો, જોકે ભારતે આ આરોપને બેબુનિયાદ ગણાવીને ફગાવી દીધો હતો.

