Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ટેસ્લાની પહેલવહેલી કાર સેલ્ફ-ડ્રાઇવ થઈને કસ્ટમરના ઘરે જઈને પાર્કિંગમાં ગોઠવાઈ ગઈ

ટેસ્લાની પહેલવહેલી કાર સેલ્ફ-ડ્રાઇવ થઈને કસ્ટમરના ઘરે જઈને પાર્કિંગમાં ગોઠવાઈ ગઈ

Published : 30 June, 2025 08:09 AM | Modified : 30 June, 2025 08:12 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિલિવરી દરમ્યાન કોઈ માણસ કારમાં નહોતો એટલું જ નહીં, એને રિમોટલી પણ ઑપરેટ કરવામાં નહોતી આવી, સંપૂર્ણપણે ઑટૉનમસ. એ પણ નિર્ધારિત શેડ્યુલના એક દિવસ પહેલાં.

ટેસ્લાની પહેલવહેલી કાર સેલ્ફ-ડ્રાઇવ થઈને કસ્ટમરના ઘરે જઈને પાર્કિંગમાં ગોઠવાઈ ગઈ

ટેસ્લાની પહેલવહેલી કાર સેલ્ફ-ડ્રાઇવ થઈને કસ્ટમરના ઘરે જઈને પાર્કિંગમાં ગોઠવાઈ ગઈ


ઈલૉન મસ્કની ડ્રાઇવરલેસ ટેસ્લા કારે તાજેતરમાં એક નવો માઇલસ્ટોન સર કર્યો છે. અત્યાર સુધી આ ઇલેક્ટ્રિક કાર સેલ્ફ-ડ્રાઇવિંગ માટે તો જાણીતી હતી જ, પણ ટેસ્લાનું Y મૉડલ હવે ગ્રાહકને ડિલિવર કરવા માટે ડિલિવરી-એ​ક્ઝિક્યુટિવની પણ જરૂર નથી રહી. ટેસ્લાના CEO ઈલૉન મસ્કે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને ટેસ્લાની એક નવી અચીવમેન્ટ શૅર કરી હતી. ટેસ્લાનું Y મૉડલ ટેક્સસમાં આવેલી ફૅક્ટરીમાંથી નીકળીને ૩૦ મિનિટનું ડ્રાઇવ કરીને હાઇવેઝ, ઇન્ટર્સેક્શન્સ, ટ્રાફિક સિગ્નલ્સ અને શહેરની ગલીઓમાંથી પસાર થઈને કસ્ટરમરને ત્યાં પહોંચી ગઈ હતી. ઈલૉન મસ્કે લખ્યું હતું કે ‘ટેસ્લાના Y મૉડલની ફૅક્ટરીથી કસ્ટમરના ઘર સુધી પહેલવહેલી વાર ફુલી ઑટૉનમસ ડિલિવરી થઈ. ડિલિવરી દરમ્યાન કોઈ માણસ કારમાં નહોતો એટલું જ નહીં, એને રિમોટલી પણ ઑપરેટ કરવામાં નહોતી આવી, સંપૂર્ણપણે ઑટૉનમસ. એ પણ નિર્ધારિત શેડ્યુલના એક દિવસ પહેલાં.’


ટેસ્લાએ ત્રણ મિનિટનો ટાઇમ-લૅપ્સ વિડિયો શૅર કર્યો હતો, જેમાં કાર કઈ રીતે ફૅક્ટરીમાંથી નીકળીને હાઇવે અને ગલીઓમાં થઈને કસ્ટમરના ઘરના પાર્કિંગ-પ્લૉટમાં જઈને જાતે ગોઠવાઈ ગઈ હતી એ જોઈ શકાય છે.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2025 08:12 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK