વિદ્યાર્થીઓ ઉપરાંત મીડિયા પ્રોફેશનલ્સ પણ સાણસામાં : વીઝાના સમયથી વધુ અમેરિકામાં રોકાણ કરવું મુશ્કેલ બનશે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકા આવતા સ્ટુડન્ટ્સ અને મીડિયા પ્રોફેશનલો માટે ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસન એક નવો નિયમ બનાવી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીના જણાવ્યા અનુસાર આ શ્રેણીના ચોક્કસ વીઝાધારકો માટે અનિશ્ચિત સમય સુધી અમેરિકામાં રોકાણ કરી શકાય એવી નીતિનો અંત આવશે. પ્રસ્તાવ હેઠળ વિદેશી સ્ટુડન્ટ્સ માટે પ્રારંભિક રોકાણ મહત્તમ ચાર વર્ષ સુધી મર્યાદિત કરવામાં આવશે, જ્યારે વિદેશી મીડિયા કર્મચારીઓ માટે ૨૪૦ દિવસ સુધી મર્યાદિત રહેશે. અધિકારીઓ જણાવે છે કે આ પગલું સિસ્ટમના દુરુપયોગને રોકવા અને સુરક્ષા ચિંતાઓને દૂર કરવા માટે છે. વિદેશી મીડિયા કર્મચારીઓને પાંચ વર્ષ માટે વીઝા આપવામાં આવે છે અને એનો સમયગાળો ઘણી વખત લંબાવી શકાય છે.

