જો આ યુદ્ધમાં ઇઝરાયલ હારની કગાર પર આવી પહોંચશે તો ઈરાનની સામે યુદ્ધ કરવા માટે યુગાન્ડા તૈયાર છે
યુગાન્ડાના સેનાપ્રમુખ મુહુજી કૅનરુગાબા
યુગાન્ડાના સેનાપ્રમુખ મુહુજી કૅનરુગાબાએ જાહેરાત કરી છે કે જો આ યુદ્ધમાં ઇઝરાયલ હારની કગાર પર આવી પહોંચશે તો ઈરાનની સામે યુદ્ધ કરવા માટે યુગાન્ડા તૈયાર છે. કૅનરુગાબાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું, ‘અમે ઇચ્છીએ છીએ કે મિડલ ઈસ્ટનું યુદ્ધ હવે ખતમ થાય. દુનિયા એનાથી થાકી ગઈ છે. પરંતુ જો ઈરાનને ખતમ કરવા કે હરાવવાની વાત હશે તો અમે ઇઝરાયલના પક્ષમાં યુદ્ધમાં ઊતરીશું.’
યુગાન્ડાનું ઇઝરાયલને સમર્થન આપવાનાં ૩ કારણો
ADVERTISEMENT
• યુગાન્ડા અને ઇઝરાયલ વચ્ચે લાંબા સમયથી સૈન્ય અને સુરક્ષા-સહયોગ રહ્યો છે. બન્ને દેશો વચ્ચે સીક્રેટ માહિતી અને ટ્રેઇનિંગને લઈને પણ મજબૂત સંબંધો છે.
• ૧૯૭૬માં ઇઝરાયલે યુગાન્ડાના એન્ટેબે ઍરપોર્ટ પર બંધકોને છોડાવવા માટે મોટું ઑપરેશન ચલાવ્યું હતું. એ મિશનમાં ઇઝરાયલના કમાન્ડર યોની નેતન્યાહુ માર્યા ગયા હતા. યોની બેન્જામિન નેતન્યાહુના મોટા ભાઈ હતા. આ ઘટના બન્ને દેશોના સંબંધો માટે આજે પણ બહુ મહત્ત્વની મનાય છે.
• ઇઝરાયલનું સમર્થન કરીને યુગાન્ડા અમેરિકા અને અન્ય સહયોગી દેશોની નજીક આવવા માગે છે જેથી સૈન્ય અને આર્થિક ફાયદા મળી શકે.
