મધ્ય પ્રદેશના દેવાસ શહેરમાં પેટ્રોલની અછતને કારણે ૨૪ માર્ચે શહેરના ૩ પેટ્રોલ-પમ્પ બંધ હતા
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મધ્ય પ્રદેશના દેવાસ શહેરમાં પેટ્રોલની અછતને કારણે ૨૪ માર્ચે શહેરના ૩ પેટ્રોલ-પમ્પ બંધ હતા. જે એક ચાલુ હતો એના પર ભારે ભીડ હતી. એક બૅન્ક-ઑફિસરની બુલેટની ટાંકી સાવ ખાલી થઈ ગઈ હતી અને ઑફિસ જવાનું મોડું થતું હતું એટલે તેમણે ફ્યુઅલની જરૂર ન પડે એવા સાધનની શોધ કરી અને ઘોડા પર સવારી કરીને બૅન્ક પહોંચ્યા હતા. રસ્તામાં તેમની ઘોડેસવારીનું અનેક લોકોએ રેકૉર્ડિંગ કર્યું હતું. આ તેમનો પાળેલો ઘોડો હતો કે પછી ભાડેથી લીધો હતો એ ખબર નથી, પરંતુ જે સહજતાથી આ ભાઈ ઘોડેસવારી કરી રહ્યા હતા એ પરથી લાગતું હતું કે ઘોડા સાથે તેમને બહુ સારું બને છે. જોકે કેટલાક વિડિયોમાં ઘોડો રૉન્ગ સાઇડમાં દોડતો હોવાનું દેખાતાં કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે શું રૉન્ગ સાઇડમાં ઘોડો દોડાવવા બદલ ટ્રાફિકના નિયમનો ભંગ કહેવાય?
