વિદેશમાં આ બધા જ સાપ બહુ ઊંચી કિંમતે લાખો રૂપિયામાં વેચાય છે. તેણે કબૂલ્યું હતું કે પૈસા કમાવાની લાલચે તે આ સાપની દાણચોરી કરી રહ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર શુક્રવારે મૂળ તામિલનાડુનો ગુડમૅન લિન્ફર્ડ લિયો ૧૬ એક્ઝૉટિક સાપ સાથે પકડાયો હતો.
કસ્ટમ્સ અધિકારીઓએ તેની શંકાસ્પદ હિલચાલને પકડી પાડીને તેના સામાનની તલાશી લેતાં તેણે ચૉકલેટના બૉક્સમાં સફેદ કપડાનાં ૧૫ પાઉચમાં સંતાડેલા ૧૬ એક્ઝૉટિક સાપ મળી આવ્યા હતા. આ કપડાનાં પાઉચ દોરી અને રબર-બૅન્ડથી બંધ કરાવામાં આવ્યાં હતાં. આરોપી આ સાપ દાણચોરીથી વિદેશ લઈ જવાનો હતો. વિદેશમાં આ બધા જ સાપ બહુ ઊંચી કિંમતે લાખો રૂપિયામાં વેચાય છે. તેણે કબૂલ્યું હતું કે પૈસા કમાવાની લાલચે તે આ સાપની દાણચોરી કરી રહ્યો હતો.

