સ્થાનિક વિધાનસભ્ય સ્નેહા દુબે પંડિતે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે આ બાબતે બેઠક કરી હતી અને VVMC સાથે મળીને નિર્ણય લેવામાં આવે એવી રજૂઆત કરી હતી
દેવેન્દ્ર ફડણવીસ
નાલાસોપારામાં સિવેજ ડિસ્પોઝલ અને ડમ્પિંગ ગ્રાઉન્ડની જગ્યા પર બનાવટી દસ્તાવેજો બનાવી એના આધારે ઊભાં કરી દેવાયેલાં ૪૧ ગેરકાયદે મકાનો હાલમાં જ વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC) દ્વારા તોડી પાડવામાં આવ્યાં હતાં. હવે એના વિસ્થાપિતોને ક્યાં આશ્રય આપવો એ પ્રશ્ને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે આ બાબતે વહેલી તકે નિર્ણય લઈશું.
આ સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટે પણ VVMCને કહ્યું છે કે આ ગેરકાયદે મકાનોમાં રહેનારા હજારો વિસ્થાપિતોના પુનર્વસન સંદર્ભે તમે શું વિચાર્યું છે એ ત્રણ અઠવાડિયાંમાં જણાવો.
ADVERTISEMENT
સ્થાનિક વિધાનસભ્ય સ્નેહા દુબે પંડિતે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે આ બાબતે બેઠક કરી હતી અને VVMC સાથે મળીને નિર્ણય લેવામાં આવે એવી રજૂઆત કરી હતી. શનિવારે તેઓ આ જ મુદ્દે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પણ મળ્યાં હતાં અને તેમને પણ રજૂઆત કરી હતી. દેવેન્દ્ર ફડણવીસે તેમને ખાતરી આપતાં કહ્યું હતું કે તેઓ આ બાબતે આગળ શું પગલાં લેવાં એ માટે ટૂંક સમયમાં અધિકારીઓ સાથે બેઠક લેશે અને તેમની સાથે બેસી એના પર વહેલી તકે નિર્ણય લેવામાં આવશે.

