ગઈ કાલે ગડચિરોલી પોલીસ સમક્ષ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ૬૧ સિનિયર નક્સલી કૅડરોએ આત્મસમર્પણ કર્યું હતું
દેવેન્દ્ર ફડણવીસે આ શરણાગતિને મહારાષ્ટ્રમાં નક્સલી ચળવળના ઇતિહાસમાં સૌથી મોટી શરણાગતિ તરીકે ઓળખાવી હતી.
ગઈ કાલે ગડચિરોલી પોલીસ સમક્ષ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ૬૧ સિનિયર નક્સલી કૅડરોએ આત્મસમર્પણ કર્યું હતું. સેન્ટ્રલ નક્સલી કમિટીના પૉલિટ બ્યુરોના ટોચના સભ્ય મલ્લુજોલા વેણુગોપાલ રાવ ઉર્ફે ભૂપતિએ મંગળવારે નક્સલવાદ નિષ્ફળ રહ્યો હોવાનું કબૂલીને આત્મસમર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેણે ગડચિરોલીમાં આયોજિત એક કાર્યક્રમમાં અન્ય ૬૦ નક્સલી કૅડર સાથે આત્મસમર્પણ કર્યું હતું. આ તમામ ૬૧ નક્સલીઓ પર ૬ કરોડ રૂપિયાનું સામૂહિક ઇનામ હતું. શસ્ત્રો છોડીને આત્મસમર્પણ કરનારા નક્સલીઓનું મુખ્ય પ્રવાહમાં સ્વાગત કરવા માટે દેવેન્દ્ર ફડણવીસે ભારતીય બંધારણની કૉપી તેમને ભેટ આપી હતી. દેવેન્દ્ર ફડણવીસે આ શરણાગતિને મહારાષ્ટ્રમાં નક્સલી ચળવળના ઇતિહાસમાં સૌથી મોટી શરણાગતિ તરીકે ઓળખાવી હતી.

