આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘જેમને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ છે એવા પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને આવેલા લોકો માટે આજથી નવું જીવન શરૂ થયું છે
પાકિસ્તાનથી આવેલા લોકોને હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતાનાં સર્ટિફિકેટ આપ્યાં હતાં.
પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને કચ્છ, મોરબી અને રાજકોટ જિલ્લામાં વસેલા ૧૮૫ લોકોને ગઈ કાલે રાજકોટમાં ગુજરાતના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતા સર્ટિફિકેટ આપ્યાં હતાં.
આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘જેમને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ છે એવા પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને આવેલા લોકો માટે આજથી નવું જીવન શરૂ થયું છે. હવેથી આ લોકો ભારતના નાગરિકો છે. જો આ વિસ્થાપિત લોકોની વેદના સાંભળીએ તો આંખોમાંથી આંસુ ન રોકાય, રૂંવાડાં ઊભાં થઈ જાય. પાકિસ્તાનમાં થતા અત્યાચારમાં કોઈ બહેને પતિ ગુમાવ્યો તો કોઈએ સળગતું ઘર મૂકીને નીકળી જવું પડ્યું. આવી સ્થિતિમાં આ લોકોએ ત્યાં વર્ષો કાઢ્યાં છે. આ તમામ લોકોની સહનશક્તિને વંદન છે.’

