ઘણા બાઇકર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને રેકૉર્ડ સમયમાં મુંબઈ-પુણે વચ્ચેનું અંતર કાપવાની રેસ પણ લગાવે છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ખંડાલામાં બૅટરી હિલ નજીક જૂના મુંબઈ-પુણે હાઇવે ખતરનાક બાઇક સ્ટન્ટ કરવાનું સ્પૉટ બની ગયું છે. બાઇકનો ઘોંઘાટ, ગેરકાયદે રેસિંગ અને રસ્તા વચ્ચે સેલ્ફી અથવા વિડિયો-રેકૉર્ડિંગ; આ રોડ પર દેખાતાં નિયમિત દૃશ્યો બની ગયાં છે. અહીં અનેક બાઇકર ખતરનાક સ્ટન્ટ કરે છે અને પોતાની સાથે બીજાનો જીવ પણ જોખમમાં મૂકે છે. તાજેતરમાં બનેલા આવા જ એક કિસ્સામાં બાઇકરોનું ગ્રુપ બૅટરી હિલ પર, વળાંકવાળા ઘાટ પર હાઈ-સ્પીડ રેસ અને જોખમી સ્ટન્ટ કરતું દેખાય છે. વિડિયો વાઇરલ થતાં સોશ્યલ મીડિયા પર અનેક લોકોએ આ હરકતને વખોડી હતી, જ્યારે સ્થાનિકોએ કડક કાર્યવાહીની માગણી કરી હતી. ઘણા બાઇકર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને રેકૉર્ડ સમયમાં મુંબઈ-પુણે વચ્ચેનું અંતર કાપવાની રેસ પણ લગાવે છે. આવા લોકો સામે કડક પગલાં લેવામાં આવે એ જરૂરી છે.


