Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોઅર પરેલમાં ખૂલી નવી છે મૉડલ સબ-રજિસ્ટ્રાર ઑફિસ

લોઅર પરેલમાં ખૂલી નવી છે મૉડલ સબ-રજિસ્ટ્રાર ઑફિસ

Published : 28 November, 2026 10:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટના રાજ્યભરમાં પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન સર્વિસને આધુનિક બનાવવાની મહારાષ્ટ્ર સરકારની પહેલમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્‍‍નરૂપ છે. મુંબઈનીઆ બીજી મૉડલ સબ-રજિસ્ટ્રાર ઑફિસ છે.

નવી મૉડલ સબ-રજિસ્ટ્રાર ઑફિસનું ઉદ્ઘાટન કરી રહેલા દેવેન્દ્ર ફડણવીસ

નવી મૉડલ સબ-રજિસ્ટ્રાર ઑફિસનું ઉદ્ઘાટન કરી રહેલા દેવેન્દ્ર ફડણવીસ


મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે મુંબઈના લોઅર પરેલમાં એક નવી મૉડલ સબ-રજિસ્ટ્રાર ઑફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઘટના રાજ્યભરમાં પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન સર્વિસને આધુનિક બનાવવાની મહારાષ્ટ્ર સરકારની પહેલમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્‍‍નરૂપ છે. મુંબઈનીઆ બીજી મૉડલ સબ-રજિસ્ટ્રાર ઑફિસ છે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા VFS ગ્લોબલ અને WE એક્સેલ સૉફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી વિકસાવવામાં આવેલી મુંબઈના લોઅર પરેલસ્થિત આ નવી મૉડલ સબ-રજિસ્ટ્રાર ઑફિસ મહારાષ્ટ્રમાં શરૂ કરાયેલી પાંચમી મૉડલ સબ-રજિસ્ટ્રાર ઑફિસ છે. આ પહેલાં પુણે, મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ, નવી મુંબઈ અને નાગપુરમાં આવી મૉડલ સબ-રજિસ્ટ્રાર ઑફિસ સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે. હવે પુણે, મુંબઈ, નવી મુંબઈ અને નાગપુરના રહેવાસીઓ આ નવી મૉડલ સબ-રજિસ્ટ્રાર ઑફિસ દ્વારા આધુનિક અને અનુકૂળ વાતાવરણમાં પ્રૉપર્ટી સંબંધિત તમામ દસ્તાવેજો જેમ કે સેલ ડીડ, લીઝ ડીડ, ગિફ્ટ ડીડ, પાવર ઑફ ઍટર્ની, વસિયતનામા અને અન્ય દસ્તાવેજોની નોંધણી કરાવી શકશે.



ઉદ્ઘાટન પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘પાંચમી મૉડલ સબ-રજિસ્ટ્રાર ઑફિસનું ઉદ્ઘાટન એ રાજ્યભરમાં પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન સેવાઓને આધુનિક બનાવવાના અમારા પ્રયાસોમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્‍‍ન છે. ટેક્નૉલૉજી, લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફૅસિલિટી અને સિટિઝન-સેન્ટ્રિક પ્રોસેસનો ઉપયોગ કરીને અમે આવશ્યક સરકારી સેવાઓને વધુ સરળ, ઝડપી અને અનુકૂળ બનાવી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2026 10:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK