બૉમ્બની ધમકી મુદ્દે મુંબઈ કૉન્સર્ટમાં બોલ્યો દિલજિત દોસાંઝ.
દિલજીત દોસાંઝ
બૉમ્બની ધમકીભર્યા ઈ-મેઇલને પગલે સઘન સુરક્ષાવ્યવસ્થા વચ્ચે મુંબઈમાં યોજાયેલી કૉન્સર્ટમાં સિંગર અને ઍક્ટર દિલજિત દોસાંઝે ચાહકોને સંબોધ્યા હતા. મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે યોજાયેલી કૉન્સર્ટ સાથે જોડાયેલી બૉમ્બની ધમકીના રિપોર્ટ્સ છતાં મોટી સંખ્યામાં ઊમટી પડેલા ચાહકોનો ૪૨ વર્ષના દિલજિત દોસાંઝે આભાર માન્યો હતો. જનમેદનીને સંબોધતાં દિલજિત દોસાંઝે કહ્યું હતું કે ધમકીઓના જવાબમાં તેની પાસે આપવા માટે માત્ર પ્રેમ જ છે.
કાર્યક્રમ શરૂ થાય એના કલાકો પહેલાંથી જ દિલજિતના ફૅન્સે મોટા પ્રમાણમાં રેસકોર્સની બહાર લાંબી લાઇનો લગાવી હતી. રેસકોર્સમાં એકત્ર થયેલા ચાહકો સાથે વાત કરતાં દિલજિત દોસાંઝે ધમકીના રિપોર્ટ્સનો ઉલ્લેખ કર્યો હતો. દિલજિત દોસાંઝે જનમેદનીને કહ્યું હતું કે ‘મારી તરફથી તો માત્ર પ્રેમ જ છે, બાકી તેઓ બૉમ્બ ફેંકવાની ધમકી આપી શકે છે, પરંતુ મારું હૃદય પ્રેમથી ભરેલું છે.’
ADVERTISEMENT
ઈ-મેઇલ દ્વારા બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે ૫૦૦થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
