હત્યા કરનારો છોકરાના પરિવારનો ઓળખીતો હતો, કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રવીન્દ્ર અડાણેએ કેસ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે અમે CCTV કૅમેરાનાં ફુટેજ પરિવારને દેખાડ્યા એ પછી પરિવારે કહ્યું હતું કે છોકરાની હત્યા...
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલી-વેસ્ટના શાંતિલાલ મોદી રોડ પર શનિવારે રાતે ચાર વર્ષના છોકરાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. કાંદિવલી પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝડપાઈ હતી. શનિવારે મધરાત બાદ ત્રણ વાગ્યે હત્યા કરવામાં આવી હતી. ચાર વર્ષનો છોકરો તેના પરિવાર સાથે ફુટપાથ પર જ સૂતો હતો. હત્યારો ત્યાં સાઇકલ પર આવ્યો હતો. તેણે એ ચાર વર્ષના છોકરાને ઊંઘતો જ ઉપાડી લીધો હતો અને થોડે દૂર જઈ તેનું ગળું દબાવી હત્યા કરી ત્યાં જ મૂકીને નીકળી ગયો હતો. ભરઊંઘમાં સૂતેલા તેના પરિવારને આ બાબતની જાણ થઈ નહોતી. એકાદ કલાક પછી એ વિશે જાણ થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રવીન્દ્ર અડાણેએ કેસ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે અમે CCTV કૅમેરાનાં ફુટેજ પરિવારને દેખાડ્યા એ પછી પરિવારે કહ્યું હતું કે છોકરાની હત્યા કરનારો આરોપી અક્ષય ગરુડ છે અને અમે તેને શોધી રહ્યા છીએ.

