મહત્ત્વના પ્રોજેક્ટ્સ અધૂરા રહેવા પાછળનું કારણ ટેન્ડર પ્રક્રિયા વખતે થયેલી ભૂલ હોવાનું સ્વીકાર્યું મુખ્ય પ્રધાને કહ્યું
દેવેન્દ્ર ફડણવીસ
ટેન્ડર-પ્રક્રિયામાં થયેલી ભૂલના ભોગે મહત્ત્વના પ્રોજેક્ટ્સ અધૂરા રહ્યા હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. આ સમસ્યા ઊભી ન થાય એ માટે પ્લાનિંગના તબક્કે જ ઑલરાઉન્ડ અપ્રોચ કેળવવાની તેમણે ભલામણ કરી હતી.
ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટના અમલ બાબતની વર્કશૉપમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘એક રિપોર્ટ મુજબ દેશના કુલ પ્રોજેક્ટ્સના ૪૯ ટકા પ્રોજેક્ટ્સ મહારાષ્ટ્રના હોય છે. એમ છતાં આજે એ વાત ચિંતાજનક છે કે રાજ્યના ૪૦ ટકા પ્રોજેક્ટ્સ પૂરા થયા નથી. એના માટે ભૂલભરેલી ટેન્ડરિંગ-પ્રક્રિયા જવાબદાર છે. ટેન્ડર આપતાં પહેલાં કૉન્ટ્રૅક્ટરની ક્ષમતા ચકાસવી ખૂબ જરૂરી છે. મુંબઈ-ગોવા હાઇવે પણ ટેન્ડર-પ્રક્રિયામાં રહી ગયેલી ખામીને કારણે જ અટવાયો હતો. આવી ખામી ટાળવા માટે જુદા-જુદા વિભાગો વચ્ચે કો-ઑર્ડિનેશન યોગ્ય રહે એ જરૂરી છે.’

