Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ATMમાંથી ફસાયેલું બિલાડીનું બચ્ચું નીકળ્યું, બચાવકારોએ એનું નામ પાડ્યું કૅશ‍

ATMમાંથી ફસાયેલું બિલાડીનું બચ્ચું નીકળ્યું, બચાવકારોએ એનું નામ પાડ્યું કૅશ‍

Published : 25 February, 2026 12:24 PM | IST | Arkansas
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પછી બચ્ચાને સ્થાનિક શેલ્ટરમાં હૅન્ડઓવર કરવામાં આવ્યું

આ બચ્ચું માંડ થોડા દિવસોનું જ હોય એવું લાગી રહ્યું હતું

અજબગજબ

આ બચ્ચું માંડ થોડા દિવસોનું જ હોય એવું લાગી રહ્યું હતું


અમેરિકાના આર્કાન્સસમાં એક ATMમાંથી અનયુઝ્‍વલ અવાજ આવી રહ્યા હતા અને એમાંથી કૅશ નીકળી નહોતી શકતી. બૅન્કના કર્મચારીઓએ તપાસ કરી તો કોઈ ટેક્નિકલ ઇશ્યુ નહોતો, પરંતુ કોઈ પ્રાણી ATMની પાતળી જગ્યામાં ફસાઈ ગયું હોય એવું દેખાયું. તરત ફાયર-ફાઇટર્સને બોલાવવામાં આવ્યા અને તેમણે આખું મશીન ખોલીને એમાં ફસાયેલા બિલાડીના બચ્ચાને બહાર કાઢ્યું હતું. આ બચ્ચું માંડ થોડા દિવસોનું જ હોય એવું લાગી રહ્યું હતું. બચ્ચાને સ્થાનિક શેલ્ટરમાં હૅન્ડઓવર કરવામાં આવ્યું. એ વખતે શેલ્ટરવાળાને ફાયર-ફાઇટર્સે આ બેબી ક્યાંથી મળ્યું એની કહાણી બતાવતાં શેલ્ટર હોમે બેબીનું નામ રાખ્યું ‘કૅશ’. ATMમાં જ્યાંથી કૅશ નીકળે એ ભાગમાં ફસાઈ ગયેલા આ બચ્ચાને નવું જીવન મળ્યું તો એનું નામ પણ કૅશ જ હોવું જોઈએને?‍


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2026 12:24 PM IST | Arkansas | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK