Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ પોલીસમાં મોટા ફેરફાર

મુંબઈ પોલીસમાં મોટા ફેરફાર

Published : 31 May, 2025 01:48 PM | Modified : 01 June, 2025 06:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકસાથે ૧૩ ડેપ્યુટી પોલીસ-કમિશનરની બદલી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મુંબઈના પોલીસ વિભાગમાં ફરી એક વાર ગઈ કાલે મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો હતો. એકસાથે ૧૩ ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP)ની બદલી કરવામાં આવી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી નજીક છે ત્યારે શહેરના કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવાની દિશામાં આ IPS અધિકારીઓની બદલીઓને મહત્ત્વની માનવામાં આવી રહી છે.


મુંબઈના પોલીસ વિભાગના ૧૨ ઝોન છે. એમાંથી ઝોન-૩માં કૃષ્ણકાન્ત ઉપાધ્યાય, ઝોન-૬માં સમીર શેખ, ઝોન-૭માં રાકેશ ઓલા, ઝોન-૧૦માં દત્તા નલાવડે અને ઝોન-૧૨માં મહેશ ચિમટેની નિયુક્તિ કરવામાં આવી છે.



ઉપરાંત સ્પેશ્યલ બ્રાન્ચમાં અનુભવી ‌અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. નાર્કોટિક્સ સેલમાં નવનાથ ધવલેની, પોર્ટ સર્કલમાં વિજયકાંત સાગરની, ટ્રાફિક વિભાગ (દક્ષિણ)માં પ્રશાંત પરદેશીની, સ્પેશ્યલ ઍક્શન ગ્રુપ (SAG)માં નિમિત ગોયલની અને સ્પેશ્યલ બ્રાન્ચ-૧માં દત્તાત્રય કાંબળેની નિયુક્તિ કરવામાં આવી છે.


આવી જ રીતે સાઇબર બ્રાન્ચમાં પુરુષોત્તમ કર્હાડને, ક્રાઇમ બ્રાન્ચમાં સચિન ગુંજાળને અને ક્રાઇમ બ્રાન્ચ (ડિટેક્શન)માં રાજ તિલક રોશનને જવાબદારી સોંપવામાં આવી છે.  


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2025 06:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK