મીડિયા અહેવાલ મુજબ, ભોઇરે આરોપ લગાવ્યો હતો કે વિદ્યાર્થીઓ શાળા છોડીને ઘરેથી પૈસા ચોરી રહ્યા હતા, "કેટલીક વાર 4,000 રૂપિયા", આર્કેડમાં ગેમ્સ રમવા માટે. "આ બાળકો ધોરણ 5 માં 95 ટકા ટકા માર્કસ મેળવતો હતો. હવે તેને 60 ટકા મળે છે."
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે અને વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે)ના કાર્યકરો દ્વારા રાજ્યમાં ખાસ કરીને મુંબઈ અને આસપાસના શહેરોમાં મરાઠી ન બોલનાર અને કેટલાક વેપારીઓને માર મરવામાં આવી રહ્યા હોવાની ઘટનાઓ બની રહી છે. કલ્યાણમાં એક કોચિંગ ક્લાસના માલિકને માર માર્યા બાદ ફરી એક વખત અહીંના એક ગેમિંગ ઝોનના કર્મચારીને માર માર્યો હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરોએ મુંબઈ નજીકના ઉપનગર કલ્યાણમાં એક ગેમિંગના કર્મચારીઓ પર હુમલો કરવાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે બાદ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.
સ્થાનિક નેતા ઉલ્હાસ ભોઇરની આગેવાની હેઠળ MNS ના કાર્યકરોએ એક ગેમિંગ આર્કેડમાં ઘૂસીને સ્ટાફ સાથે ઝઘડો કર્યો હતો કારણ કે તેમણે શાળાના સમય દરમિયાન ગણવેશમાં રહેલા બાળકોને આવવા દીધા હતા. મંગળવારે વાયરલ થયેલા એક વીડિયોમાં ભોઇર એક કર્મચારી પર બાળકોનું ભવિષ્ય બગાડવાનો આરોપ લગાવે છે અને જ્યારે તે જવાબ આપે છે કે "હું શું કરી શકું?" ત્યારે તેને થપ્પડ મારે છે.
ADVERTISEMENT
View this post on Instagram
મીડિયા અહેવાલ મુજબ, ભોઇરે આરોપ લગાવ્યો હતો કે વિદ્યાર્થીઓ શાળા છોડીને ઘરેથી પૈસા ચોરી રહ્યા હતા, "કેટલીક વાર 4,000 રૂપિયા", આર્કેડમાં ગેમ્સ રમવા માટે. "આ બાળકો ધોરણ 5 માં 95 ટકા ટકા માર્કસ મેળવતો હતો. હવે તેને 60 ટકા મળે છે," ભોઇરે એક વિદ્યાર્થી તરફ ઈશારો કરીને કડક ચેતવણી આપી હતી કે જો ગણવેશમાં રહેલા વિદ્યાર્થીઓ ફરીથી જોવા મળશે, તો આર્કેડ તોડી પાડવામાં આવશે. ચિંતિત વાલીઓની ફરિયાદો પર કાર્યવાહી કરવાનો દાવો કરતા, ભોઇરે આક્રમકતાને યોગ્ય ઠેરવતા કહ્યું, “અમે સ્ટાફને કહ્યું હતું કે વિદ્યાર્થીઓને યુનિફોર્મમાં ન આવવા દો. આ પહેલી અને છેલ્લી ચેતવણી છે.” આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ આ વીડિયોએ સામાજિક જવાબદારીના નામે હિંસાના ઉપયોગ અંગે ભારે ચર્ચા જગાવી છે.
ફી બાબતે કોચિંગ સેન્ટરના ડિરેક્ટર પર હુમલો
એક અલગ ઘટનામાં, કલ્યાણમાં જ આવેલા સિદ્ધાર્થ લૉજિક કોચિંગ સેન્ટરના ડિરેક્ટર સિદ્ધાર્થ સિંહ ચંદેલ પર હુમલો કરતા MNS કાર્યકરોના બીજા જૂથનો વીડિયો કેદ થયો હતો. આ કોચિંગ સેન્ટર IAS સહિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ આપે છે. સોમવારે વાયરલ થયેલી 2.5 મિનિટની ક્લિપમાં, ચંદેલ ફોન પર વાત કરતા, આંદોલનકારીઓને શાંત કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. જોકે, તણાવ ઝડપથી વધી જાય છે. MNSનો એક કાર્યકર્તા ચંદેલને થપ્પડ મારે છે, બીજો તેના પર સ્ટીલની પાણીની બોટલ ફેંકે છે, અને ત્રીજો ટ્રોફી ફેંકે છે, જ્યારે ડરી ગયેલા વિદ્યાર્થીઓ એક ખૂણામાં ભેગા થાય છે અને તેમના ફોન પર ઘટના રેકોર્ડ કરે છે. MNSએ આરોપ લગાવ્યો છે કે ચંદેલ વ્યક્તિગત રીતે વર્ગો ચલાવતી વખતે ઊંચી ફી વસૂલતો હતો. આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.

