Shashi Tharoor on US Tariff Policy: ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાતથી રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે. આ જાહેરાત અંગે શશિ થરૂરે કહ્યું કે 25 ટકા ટેરિફ અને તેના ઉપર દંડ લગાવવાથી આ ટેરિફમાં વધુ વધારો થશે.
શશિ થરૂર અને ડોનલ્ડ ટ્રમ્પ ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાતથી રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે. આ જાહેરાત અંગે કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે 25 ટકા ટેરિફ અને તેના ઉપર દંડ લગાવવાથી આ ટેરિફમાં વધુ વધારો થશે. જો આ આવું જ ચાલુ રહેશે તો તે ભારત અને અમેરિકા વચ્ચેના વેપારને બગાડી શકે છે. વેપાર સોદો હજી પણ ચર્ચા હેઠળ હોવાથી, શક્ય છે કે ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત અમેરિકન સોદાબાજીનો એક માર્ગ હોય. તમને જણાવી દઈએ કે અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિએ વેપાર કરારમાં વિલંબને કારણે જાપાન સાથે પણ આવી જ રીતે 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. આ પછી, જ્યારે જાપાન ભવિષ્યમાં અમેરિકામાં રોકાણ કરવા માટે સંમત થયું, ત્યારે ટેરિફ દરમાં ઘટાડો કરવામાં આવ્યો.
કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત પર પોતાના મંતવ્યો શૅર કરતા કહ્યું, "આ આપણાં માટે ખૂબ જ ગંભીર બાબત છે... રશિયા પાસેથી તેલ ખરીદવા પર દંડ સાથે 25 ટકા ટેરિફ આ ટેરિફને 35-45 ટકા સુધી લઈ જઈ શકે છે. આ ટેરિફ બંને દેશો વચ્ચેના વેપારને બગાડી શકે છે. હાલમાં, વેપાર સોદા વિશે વાતચીત ચાલી રહી છે... તેથી શક્ય છે કે આ 25 ટકા ટેરિફ સોદાબાજીનો એક માર્ગ હોય... જોકે, એવી અપેક્ષા છે કે વેપાર સોદા પર વાતચીત પછી ભવિષ્યમાં ટેરિફ દર નીચે આવશે. જો આવું નહીં થાય, તો તે અમેરિકામાં થતી આપણી નિકાસ માટે નુકસાનકારક સાબિત થશે કારણ કે અમેરિકા આપણા માટે એક મોટું બજાર છે."
ADVERTISEMENT
કૉંગ્રેસ નેતાએ કહ્યું, “બીજી બાજુ, જો અમેરિકાની માગણીઓ ખોટી હોય, તો આપણા અધિકારીઓને તેનો વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આપણા લગભગ 70 કરોડ લોકો ખેતી પર નિર્ભર છે... આપણે અમેરિકાને ખુશ કરવા માટે તેમને મુશ્કેલીમાં મૂકી શકીએ નહીં. અમેરિકાએ આપણી જરૂરિયાતોને સમજવી પડશે. અમેરિકા આપણા બજારમાં માલ વેચવા માગે છે, પરંતુ તેમણે એ પણ જોવું જોઈએ કે શું તેમના ભાવ ભારતીય બજાર અનુસાર યોગ્ય છે? ટ્રમ્પ જે વસ્તુઓ આપણને વેચવા માગે છે તે અન્ય દેશો પાસેથી આપણાને સસ્તી મળે છે... તેથી અમેરિકાએ પણ આ સમજવું જોઈએ.”
તમને જણાવી દઈએ કે અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિએ વેપાર કરારમાં વિલંબને કારણે જાપાન સાથે પણ આવી જ રીતે 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. આ પછી, જ્યારે જાપાન ભવિષ્યમાં અમેરિકામાં રોકાણ કરવા માટે સંમત થયું, ત્યારે ટેરિફ દરમાં ઘટાડો કરવામાં આવ્યો. આ ઉપરાંત, ટ્રમ્પે દક્ષિણ કોરિયા પર પણ આવી જ જાહેરાત કરી હતી, જેના પછી અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે વેપાર કરાર પર વાતચીત નવેસરથી શરૂ થઈ છે.

