મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગને નવા પુરાવા મળ્યા
ફાઇલ તસવીર
મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)ને બૉલીવુડ ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમૅન હસબન્ડ રાજ કુન્દ્રાએ કરોડો રૂપિયાની હેરાફરી કરી હોવાના પુરાવા મળ્યા હોવાના રિપોર્ટ્સ સામે આવ્યા હતા. ૨૦૧૫માં એક ફાઇનૅન્સ કંપની દ્વારા દાખલ કરવામાં આવેલા ૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં આ પુરાવા મળ્યા હતા.
EOWના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે પ્રાથમિક તપાસ પરથી એટલી વિગતો સામે આવી હતી કે બિઝનેસમૅન દીપક કોઠારીની ફાઇનૅન્સ કંપની પાસેથી તેમની કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ માટે લોન તરીકે લેવામાં આવેલું ફન્ડ તેમની બીજી કંપનીઓના માધ્યમથી ડાઇવર્ટ કરવામાં આવ્યું હતું. EOW હવે ફન્ડ કેવી રીતે ડાઇવર્ટ કરવામાં આવ્યું અને એનો ક્યાં-ક્યાં ઉપયોગ થયો એ શોધવા માટે થર્ડ-પાર્ટી કન્સલ્ટન્ટ દ્વારા ફૉરેન્સિક ઑડિટ કરાવવાની છે.
ADVERTISEMENT
આ ઑડિટ પૂરું પછી જ સ્પષ્ટ થશે કે ફન્ડ્સનો દુરુપયોગ કેવી રીતે થયો હતો અને શું એનો વપરાશ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સાથે કથિત રીતે કનેક્ટેડ કંપનીઓને પેમેન્ટ કરવા માટે કરવામાં આવ્યો હતો કે નહીં.


