Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Crime: બાળકોની સામે જ પિતાએ માતાનું ગળું દબાવીને કરી હત્યા- કારણ જાણીને ચોંકી જશો

Mumbai Crime: બાળકોની સામે જ પિતાએ માતાનું ગળું દબાવીને કરી હત્યા- કારણ જાણીને ચોંકી જશો

Published : 24 June, 2025 12:13 PM | Modified : 25 June, 2025 06:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Crime: આરોપીને દારૂ પીવાની લત હતી. તે ખૂબ જ દારૂ પીતો હતો. તેની પત્ની તેની આ લતને કારણે ખૂબ જ કંટાળી પણ ગઈ હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાંથી શરમજનક અને દર્દનાક બનાવ (Mumbai Crime) સામે આવ્યો છે. ગોરેગાંવ પશ્ચિમમાં એક 26 વર્ષીય વ્યક્તિએ પોતાનાં જ સંતાનોની સામે પત્નીનું ગળું દબાવી નાખ્યું હતું, જેને કારણે પોતાની આંખો સામે જ બાળકોએ પોતાની માતાને ગુમાવી દીધી છે.


પ્રાપ્ત અહેવાલો સૂચવે છે કે પત્નીએ તેને દારૂ માટે પૈસા આપવાની ના પાડી દીધી હતી જેને કારણે ગુસ્સામાં આ વ્યક્તિએ પોતાની પત્નીની હત્યા કરી છે. હત્યાના બે કલાકની અંદર જ ગોરેગાંવ પોલીસે વસીમ રફીક શેખ નામના આરોપીની ધરપકડ કરી છે. મૃતકની ઓળખ ગૌશિયા વસીમ શેખ તરીકે થઈ છે.



25 વર્ષની ગૌશિયા શેખ પોતાના પતિ વસીમ શેખ સાથે રહેતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વસીમને દારૂ પીવાની લત હતી. તે ખૂબ જ દારૂ પીતો હતો. તેની પત્ની તેની આ લતને કારણે ખૂબ જ કંટાળી પણ ગઈ હતી. અવારનવાર દંપતી વચ્ચે આ જ બાબતને લઈને ઝગડા પણ થતા (Mumbai Crime) હતા. આ બનાવ બન્યો તે પહેલાં આરોપીએ તેની પત્ની ગૌશિયા પાસે દારૂ પીવા માટે પૈસા માગ્યા હતા પરંતુ પત્નીએ આપવાનો સદંતર ઇનકાર કર્યો હતો. જેથી ગુસ્સે ભરાયેલા વસીમે એક પણ પળનોં વિચાર કર્યા વગર સોમવારે સવારે લગભગ 10 વાગ્યે ગૌશિયાનું ગળું દબાવી નાખ્યું હતું, ત્યારે તેમના બે સંતાનો પણ તેમની સામે જ હતા.


પીડિતાના પિતાએ આ બાબતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ બાતમીના આધારે ઝડપથી કાર્યવાહી કરીને ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી. તે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હત્યા કર્યા બાદ આરોપીએ પોતાનો મોબાઇલ સ્વિચઑફ કરી નાખ્યો હતો અને ત્યાંથી નાસી જવાનો પ્લાન કરતો હતો. તે ટ્રેન દ્વારા ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો એટલે પોલીસે મહત્વના રેલવે સ્ટેશનો પર ટીમો તૈનાત કરી હતી. આખરે મુંબઈ પોલીસે રામ મંદિર રેલવે સ્ટેશન નજીક વસીમને શોધીને પકડી પાડ્યો હતો. અને પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના ગુના (Mumbai Crime)ની કબૂલાત પણ કરી હતી.

કયા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો?


આ ક્રૂરતાભર્યો બનાવ (Mumbai Crime) ગોરેગાંવ પશ્ચિમના ભગતસિંહ નગરમાં બન્યો છે. ભલભલાને હચમચાવી નાખે તેવો આ બનાવ બન્યો છે. બે બાળકોની સામે જ તેની પત્નીનું ગળું રૂંધીને પત્નીની હત્યા કરનાર નરાધમની આખરે ધરપકડ પણ કરી લેવાઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ક્રૂર કૃત્યની માહિતી મળતાની સાથે જ બાંગુર નગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. અત્યારે આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.

બાંગુર નગર પ્લીસ સ્ટેશનના સિનિયર પોલીસ નિરીક્ષક અનિલ ઠાકરે, અમિત સિતોળે તેમ જ સંજય સરોળકર, પિયુષ ટારે, વિવેક તાંબે વગેરેએ આ કેસની સઘન તપાસ કરીને આરોપીને દબોચ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

25 June, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK