મૉલમાં ઇન-બિલ્ટ ફાયર-ફાઇટિંગ સિસ્ટમ કાર્યરત હતી, જેનાથી પરિસ્થિતિને કાબૂમાં લેવામાં મદદ મળી હતી
ઇલેક્ટ્રિસિટી બૉક્સમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગી હતી એવું પ્રાથમિક તપાસમાં જણાયું
દાદર-વેસ્ટમાં સેનાભવન પાસે આવેલા સ્ટાર મૉલમાં મૅક્ડોનલ્ડ્સના આઉટલેટના રસોડામાં શુક્રવારે બપોરે આગ લાગી હતી. બપોરે ૩.૩૦ વાગ્યે આગ લાગ્યા બાદ મૉલમાંથી લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ચાર ફાયર-એન્જિન ઘટનાસ્થળે બચાવકાર્ય માટે હાજર રહ્યાં હતાં. સાંકડી જગ્યામાં રાહતકામગીરી કરતી વખતે ફાયર-બ્રિગેડના પાંચ કર્મચારીઓને ગૂંગળામણ થઈ હતી. શ્વાસ રૂંધાતાં તેમને KEM હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઇલેક્ટ્રિસિટી બૉક્સમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગી હતી એવું પ્રાથમિક તપાસમાં જણાતાં રેસ્ટોરાં દ્વારા ઇલેક્ટ્રિકલ ઑડિટ સબમિટ કરવામાં આવ્યું હતું એની તપાસ કરવામાં આવશે.
ADVERTISEMENT
મૉલમાં ઇન-બિલ્ટ ફાયર-ફાઇટિંગ સિસ્ટમ કાર્યરત હતી, જેનાથી પરિસ્થિતિને કાબૂમાં લેવામાં મદદ મળી હતી એમ ફાયર-ઑફિસરે જણાવ્યું હતું. સાંજે ૬.૧૦ વાગ્યે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.


