મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર જિલ્લાના વિરાર (Virar)શહેરમાં એક ગરબા કાર્યક્રમ (Garba Event)માં ડાન્સ કરતી વખતે 35 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું.

મનીષ નરપજી અને તેના પિતા
મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર જિલ્લાના વિરાર (Virar)શહેરમાં એક ગરબા કાર્યક્રમ (Garba Event)માં ડાન્સ કરતી વખતે 35 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. વિરાર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે વિરારના ગ્લોબલ સિટી કોમ્પ્લેક્સમાં એક ગરબા કાર્યક્રમમાં ડાન્સ કરતી વખતે મનીષ નરપજી સોનિગ્રા પડી ગયો હતો.
આ વ્યક્તિને તેના પિતા નરપજી સોનિગ્રા હોસ્પિટલમાં લઈ ગયા હતાં, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને તેના પિતા પણ ભાંગી પડ્યા અને સ્થળ પર જ મૃત્યુ પામ્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને આ સંબંધમાં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.