મુંબઈ મેટ્રોની 2A (દહિસર-ઈસ્ટથી અંધેરી-વેસ્ટ), મેટ્રો 7 (દહિસર-ઈસ્ટથી ગુંદવલી), 9 (દહિસર-કાશીગાવ) અને મેટ્રો 2B (મંડાળે-ચેમ્બુર) પર મુસાફરોની કુલ સંખ્યા ૩૩.૨૮ કરોડને વટાવી ગઈ છે.
મુંબઈ મેટ્રો
મુંબઈ મેટ્રોની 2A (દહિસર-ઈસ્ટથી અંધેરી-વેસ્ટ), મેટ્રો 7 (દહિસર-ઈસ્ટથી ગુંદવલી), 9 (દહિસર-કાશીગાવ) અને મેટ્રો 2B (મંડાળે-ચેમ્બુર) પર મુસાફરોની કુલ સંખ્યા ૩૩.૨૮ કરોડને વટાવી ગઈ છે. ૧૯.૯૦ કરોડ મુસાફરો સાથે મેટ્રો 2A મોખરે છે, જ્યારે મેટ્રો 7 પર ૧૨.૬૮ કરોડ મુસાફરો નોંધાયા છે. ૩.૪૫ કરોડ મુસાફરો સાથે અંધેરી-વેસ્ટ સૌથી વ્યસ્ત સ્ટેશન છે જે ૩.૨૮ કરોડ મુસાફરો ધરાવતા ગુંદવલી સ્ટેશનથી આગળ છે. લાઇન 9 (તબક્કો- ૧) પર ૧.૦૨ લાખ મુસાફરો નોંધાયા હતા, જ્યારે લાઇન 2B (તબક્કો ૧) પર ૭.૬૦ લાખ મુસાફરો નોંધાયા હતા. મુંબઈ મેટ્રો નેટવર્કમાં અત્યાર સુધીમાં લાઇન 2A, 7, 9 અને 2B પર કુલ ૩૩,૨૮,૨૨,૬૬૧ મુસાફરોએ મુસાફરી કરી છે જેમાં લાઇન 2A સૌથી વ્યસ્ત કૉરિડોર તરીકે અને અંધેરી-વેસ્ટ સ્ટેશન સૌથી વધુ મુસાફરોની અવરજવર ધરાવતા સ્ટેશન તરીકે ઊભરી આવ્યું છે.
મેટ્રો લાઇનમાં મુસાફરોની સંખ્યા
ADVERTISEMENT
મેટ્રો 2A પર ૧૯,૯૦,૬૫,૮૮૦ મુસાફરોએ મુસાફરી કરી છે. માત્ર અંધેરી-વેસ્ટ સ્ટેશન પર જ ૩,૪૫,૫૨,૦૮૮ મુસાફરો નોંધાયા છે. ત્યાર બાદ દહિસર-ઈસ્ટ સ્ટેશન પર ૧,૪૯,૧૧,૪૮૫ મુસાફરો નોંધાયા છે.
મેટ્રો 7 પર કુલ ૧૨,૬૮,૯૨,૯૫૩ મુસાફરોએ મુસાફરી કરી છે. અંધેરી-ઈસ્ટમાં આવેલું ગુંદવલી સ્ટેશન આ કૉરિડોર પર સૌથી વ્યસ્ત સ્ટેશન રહ્યું છે, જ્યાં ૩,૨૮,૧૫,૪૨૩ મુસાફરો નોંધાયા છે.
મેટ્રો 9 (ફેઝ ૧) પર ૬૧,૦૨,૯૯૭ મુસાફરો નોંધાયા છે. આ કૉરિડોરમાં કાશીગાંવ ૩૨,૮૫,૬૦૫ મુસાફરો સાથે મોખરે છે,
લાઇન 2B (ફેઝ ૧) પર એના પ્રારંભિક તબક્કામાં ૭,૬૦,૮૩૧ મુસાફરો નોંધાયા છે. માનખુર્દમાં સૌથી વધુ ૨,૧૪,૪૮૫ લોકોની અવરજવર જોવા મળી છે.
