મુંબઈ પોલીસને (Mumbai Police) શંકા છે કે કોઈ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે અને તેને અંજામ આપવાના ઇરાદે આ હથિયારબંધ શૂટર્સ મુંબઈ પહોંચ્યા હતા. તેમની પાસેથી મળેલા હથિયારો અને કારતૂસ પણ એ જ વાતની સાક્ષી પુરે છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસને (Mumbai Police) શંકા છે કે કોઈ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે અને તેને અંજામ આપવાના ઇરાદે આ હથિયારબંધ શૂટર્સ મુંબઈ પહોંચ્યા હતા. તેમની પાસેથી મળેલા હથિયારો અને કારતૂસ પણ એ જ વાતની સાક્ષી પુરે છે. પોલીસ હવે આ લોકોની ક્રિમીનલ હિસ્ટ્રીની પણ તપાસ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે (Mumbai Police Crime Branch) અંધેરી (Andheri) વિસ્તારમાંથી પાંચ શખ્સની ધરપકડ કરી છે. ધરપકડાયેલ લોકો પાસેથી પોલીસને હથિયારો પણ મળ્યા છે. આ બધા જ શખ્સ શાર્પ શૂટર્સ હોવાનું કહેવાઈ રહ્યું છે. અત્યાર સુધીની તપાસમાં આ બધા લોકો અલગ-અલગ રાજ્યમાંથી મુંબઈ આવ્યા હતા. પોલીસને આરોપીઓ પાસેથી જીવંત કારતૂસ પણ મળ્યા છે. પોલીસે હવે આ વાતની માહિતી મેળવવામાં લાગી છે કે શું લોકો કોઈ મોટી યોજનાને અંજામ આપવા માટે મુંબઈ આવ્યા હતા. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ વિકાસ દિનેશ ઠાકુર, સુમીત કુમાર મુકેશ કુમાર દિલાવર, દેવેન્દ્ર રૂપેશ સક્સેના, શ્રેયસ સુરેશ યાદવ અને વિવેક કુમાર નાગેન્દ્ર સાહા ગુપ્તા તરીકે કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ બધા લોકો એક વ્યક્તિને મારવાના ઇરાદાથી અહીં આવ્યા હતા.
ADVERTISEMENT
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હવે, આ ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછના આધારે, પોલીસ એ જાણવા જઈ રહી છે કે તેમને કોણે હથિયારો સાથે મુંબઈ (Mumbai) મોકલ્યા હતા અને તેમનો હેતુ શો હતો. પોલીસ હાલમાં તેમની અલગથી પૂછપરછ કરી રહી છે અને આવી બધી માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
શું કોઈ મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું?
પોલીસને શંકા છે કે તેઓ કોઈ મોટું કાવતરું અંજામ આપવાના ઈરાદાથી મુંબઈ આવ્યા હતા. તેમની પાસેથી મળેલા હથિયારો અને જીવતા કારતૂસ આ વાતનો પુરાવો છે. પોલીસ હવે આ લોકોનો ગુનાનો રેકોર્ડ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. વિવિધ રાજ્યોની પોલીસનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
ધરપકડાયેલ બધા આરોપીઓની ઉંમર 22થી 27 વર્ષની વચ્ચેની છે. (Police Arms Act) પોલીસે આર્મ્સ ઍક્ટની કલમ 25, 3 મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટ (Maharashtra Police Act) 1951ની કલમ 135 અને બીએનએસની કલમ 55, 61 (2) હેઠળ ગુનો દાખલ કર્યો છે.
પોલીસને મળેલી માહિતી પ્રમાણે એક શખ્સની હત્યાના ઇરાદે આ હથિયારબંદ શાર્પ શૂટર્સ મુંબઇમાં (Mumbai) આવ્યા હતા. પરંતુ આ બાબતે ચોક્કસ પુરાવાઓ ન મળતાં પોલીસ (Mumbai Police) તેમના વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

