રાજ્ય સરકારે પહેલી એપ્રિલથી રેડી રેકનરના રેટમાં પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
પ્રતીકાત્મક તસવીર
રાજ્ય સરકારે પહેલી એપ્રિલથી રેડી રેકનરના રેટમાં પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. શરૂઆતમાં રાજ્ય સરકારે પાંચથી સાત ટકાનો વધારો સૂચવીને એ માટે જનતાનાં સજેશન અને વાંધાવચકા મગાવવાનું વિચાર્યું હતું. જોકે એ પછી એનો અમલ કરવામાં મોડું ન થઈ જાય એ માટે પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો.
રેડી રેકનરના રેટ સરકાર દ્વારા જે-તે વિસ્તારના પ્રૉપર્ટીના રેટના આધારે નક્કી થતા હોય છે અને એના આધારે સ્ટૅમ્પ-ડ્યુટીનું કૅલ્ક્યુલેશન થતું હોય છે. રાજ્ય સરકારે છેલ્લાં ૩ વર્ષથી રેડી રેકનરના રેટમાં કોઈ વધારો કર્યો નહોતો. ચાલુ વર્ષે સરકારે સ્ટૅમ્પ-ડ્યુટી અને રજિસ્ટ્રેશન-ફીની રકમ ૬૦,૦૦૦ કરોડ રૂપિયાને વટાવી જાય એવી આશા રાખી છે. સરકારે રેડી રેકનરમાં કરેલા પાંચ ટકાના વધારાને કારણે પ્રૉપર્ટીના ભાવ વધશે. છેવટે તો ભાવવધારો પ્રૉપર્ટી ખરીદનારે જ ભરવાનો હોય છે.

