કોસ્ટલ રોડ મુંબઈના સાઉથ અને વેસ્ટર્ન વિસ્તારને જોડતો મહત્ત્વનો રોડ બની ગયો છે.
ટ્રાફિકમાં ફસાયેલા એક સોશ્યલ મીડિયા યુઝરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ટ્રાફિક જૅમની ફરિયાદ કરી હતી
સાઉથ મુંબઈમાં મંગળવારે સવારે પીક અવર્સમાં કોસ્ટલ રોડ પર બમ્પર-ટુ-બમ્પર ટ્રાફિક જૅમ થયો હતો. ટ્રાફિકમાં ફસાયેલા એક સોશ્યલ મીડિયા યુઝરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ટ્રાફિક જૅમની ફરિયાદ કરી હતી. થોડા જ સમયમાં આ પોસ્ટ પર મુંબઈ પોલીસે રિપ્લાય કર્યો હતો કે તાડદેવ ટ્રાફિક ડિવિઝનને આ અંગે સૂચના આપી દેવામાં આવી છે. કોસ્ટલ રોડ મુંબઈના સાઉથ અને વેસ્ટર્ન વિસ્તારને જોડતો મહત્ત્વનો રોડ બની ગયો છે. વધુ ને વધુ મુસાફરો હવે આ રોડનો ઉપયોગ કરે છે તેથી ટ્રાફિકની સમસ્યા પણ વધતી જાય છે.

