Mumbai Weather: શહેર અને તેના ઉપનગરોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે.
પ્રતીકાત્મક તસવીર
આજે મુંબઈ શહેરમાં કેવું વાતાવરણ (Mumbai Weather) રહેશે તે અંગે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે મુંબઈ અને તેના ઉપનગરોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં થવાની શક્યતા છે. આ સાથે જ આજે મુંબઈમાં મધ્યમ વરસાદ સાથે આખો દિવસ વાદળછાયું આકાશ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પવન સાથે આજે મધ્યમ વરસાદ થઇ શકે છે
ADVERTISEMENT
હવામાનની આગાહીમાં મુંબઈ અને તેના ઉપનગરોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી (Mumbai Weather) કરવામાં આવી છે. આ સાથે જ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગની સાંતાક્રુઝ વેધશાળામાં બુધવારે મહત્તમ તાપમાન 29.6 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દરમિયાન કોલાબા વેધશાળાના તાજેતરના હવામાન અપડેટ અનુસાર મહત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હાઇટાઈડ વિશે શું અપડેટ છે?
Mumbai Weather: આજે બપોરે 3:40 વાગ્યે હાઇ ટાઇડની અપેક્ષા છે, જેમાં 4.28 મીટર સુધી ઊંચા મોજાં ઉછળી શકે છે. આગામી મોટી ભરતી 17 જુલાઈના રોજ 4:17 વાગ્યે હોવાની અપેક્ષા છે. જેમાં મોજાંઓની ઊંચાઈ 3.70 મીટર હશે. આજે રાત્રે 9:52 વાગ્યે 1.26 મીટરની નીચી ભરતીની આગાહી પણ કરવામાં આવી છે, ત્યારબાદ આવતીકાલે સવારે 9:46 વાગ્યે 1.66 મીટરની નીચી ભરતીનું અનુમાન છે. 15 જુલાઇના રોજ સવારે 8:00થી 16 જુલાઇના રોજ સવારે 8:00 વાગ્યાની વચ્ચે થયેલા વરસાદની વાત કરીએ તો આઇલેન્ડ વિસ્તારમાં 8.32 મીમી, પૂર્વીય ઉપનગરોમાં 45.17 મીમી અને પશ્ચિમ ઉપનગરોમાં 32.45 મીમી છે.
મુંબઈનાં સાત તળાવોમાં પાણીનો સ્ટોક કેટલો?
દરમિયાન, મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતાં તળાવોમાં પાણીનું સ્તર તેમના કેચમેન્ટ વિસ્તારોમાં વધ્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ જારી કરેલા આંકડા અનુસાર શહેરને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં પાણીનો સંયુક્ત સ્ટોક હવે 78.30 ટકા જેટલો થયો છે.
Mumbai Weather: બીએમસીના 17 જુલાઇના રેકોર્ડ અનુસાર આ જળાશયોમાં કુલ 11,33,347 મિલિયન લિટર પાણીનો સંગ્રહ થયો છે. જે તેમની કુલ ક્ષમતાના 80.32 ટકા છે. અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી તળાવોમાંથી દરરોજ પીવાનું પાણી મુંબઈને પૂરું પાડવામાં આવે છે. જેમાંથી તાનસા તળાવમાં 89.19 ટકા, મોડક સાગરમાં 100 ટકા, મધ્ય વૈતરણામાં 92.06 ટકા, અપર વૈતરણામાં 77.29 ટકા, ભાતસામાં 74.18 ટકા, વિહારમાં 52.18 ટકા અને તુલસીમાં 52.73 ટકા પાણીનો સ્ટોક છે. તાનસા સાથે લોઅર (મોડક સાગર) મધ્ય અને ઉપલા વૈતરણા તળાવો દહિસર ચેક નાકાથી બાંદ્રા સુધી અને શહેરના પશ્ચિમ ભાગોમાં માહિમથી મલબાર હિલ સુધી પાણી પૂરું પાડે છે.

