Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Weather: મુંબઈને માથે દેખાતાં આ કાળાંભમ્મર વાદળાં શું સૂચવી રહ્યાં છે? વરસાદ કે પછી....

Mumbai Weather: મુંબઈને માથે દેખાતાં આ કાળાંભમ્મર વાદળાં શું સૂચવી રહ્યાં છે? વરસાદ કે પછી....

Published : 06 April, 2026 08:53 AM | Modified : 06 April, 2026 08:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Weather: વરસાદની તીવ્રતા ભલે ઘટે પણ પૂર્વમોસમી વરસાદ માટે તો અનુકૂળ સ્થિતિ બની રહી હોય એવું જણાઇ રહ્યું છે, જેથી વિદર્ભ માટે વરસાદને લઈને યલો અલર્ટ પણ જારી કરવામાં આવી છે.

આજે સવારે વડાલાના આકાશમાં કાળાં વાદળાંઓ દેખાયાં હતાં (તસવીર સૌજન્ય- અતુલ કાંબળે)

આજે સવારે વડાલાના આકાશમાં કાળાં વાદળાંઓ દેખાયાં હતાં (તસવીર સૌજન્ય- અતુલ કાંબળે)


મુંબઈગરાને આજે સવારે ઊઠતાંવેંત સરસ મજાની સવારનો અનુભવ થયો છે. (Mumbai Weather) આકાશમાં કાળાં વાદળ છવાયેલા જોવા મળ્યા છે, આ વાદળાંઓએ હાલમાં રાજ્યમાં બદલાયેલા હવામાનને લઈને જાણે સંકેત આપ્યા હોય એમ લાગી રહ્યું છે.

મુંબઈગરાઓ સોશિયલ મીડિયા પર આજની તાજી સવારના ફોટાઓ શૅર કરવાનું પણ ચૂક્યા નથી. જુઓ એક યુઝરે ગુડ મોર્નિંગ મુંબઈ એમ લખીને આ ફોટો પોસ્ટ કર્યો છે. 




મહારાષ્ટ્રમાં વરસાદ અને ભેજની જે (Mumbai Weather) પ્રમાણે હાજરી વર્તાઇ રહી છે તે પ્રમાણે જોતાં તો લાગી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વિદર્ભમાં વરસાદ થઈ શકે છે. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં આગામી બે-ત્રણ દિવસમાં વરસાદી હવામાનનો પ્રભાવ આંશિક રીતે ઘટવાનો છે. વરસાદની તીવ્રતા ભલે ઘટે પણ પૂર્વમોસમી વરસાદ માટે તો અનુકૂળ સ્થિતિ બની રહી હોય એવું જણાઇ રહ્યું છે, જેથી વિદર્ભ માટે વરસાદને લઈને યલો અલર્ટ પણ જારી કરવામાં આવી છે.


ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમરાવતી, વર્ધા, નાગપુર, ગોંદિયા, ગઢચિરોલી, ચંદ્રપુર અને યવતમાળ વગેરે જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા છે. કોંકણમાં પણ મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થાય તેવી શક્યતા છે.

મુંબઈને માથે દેખાતાં કાળાં વાદળાં શું કહે છે?

આજે મુંબઈમાં ઘણા બધા સ્થળોએ કાળાં વાદળાં (Mumbai Weather) જોવા મળ્યા હતા. આમ તો મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી સારીએવી ગરમી પડી રહી છે. બપોરના સમયે અને પછી મોડી રાત્રે વાતાવરણમાં ઠંડીનો ચમકારો પણ અનુભવાતો રહ્યો છે.  પરંતુ જે રીતે આકાશમાં વાદળ બંધાઈ રહ્યા છે તે જોતાં એવું જણાઇ રહ્યું છે કે આગામી દિવસોમાં મુંબઈમાં ભેજનું પ્રમાણ વધારે રહેવાનું છે. જેથી ગરમીનું પ્રમાણ પણ સારુંએવું રહેવાની શક્યતા છે. ટૂંકમાં, અચાનક આ રીતે મુંબઈમાં દેખાઈ રહેલાં વાદળાંઓ પશ્ચિમી વિક્ષેપ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે દેખાયા છે, છતાં પણ વરસાદના કોઈ એંધાણ નથી. બલકે ઉકળાટ વધિ શકે છે.

આઇએમડીએ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં આગામી સમય માટે ગંભીર હવામાન ચેતવણી જારી કરી છે. ક્યાંક ક્યાંક વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાય, અને તે દરમિયાન લોકોએ વૃક્ષો નીચે અથવા ખુલ્લી જગ્યામાં રહેવાનું ટાળવું જોઈએ એવી ચેતવણી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં જ આવી છે.

હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ અલર્ટ શું છે?

હવામાન વિભાગ (Mumbai Weather) જણાવે છે કે, "આ અઠવાડિયે બે પશ્ચિમી વિક્ષેપો ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરવાના છે. જેમાં 7 અને 8 એપ્રિલના રોજ સિસ્ટમ સક્રિય થવાની છે. જે મુજબ 7 એપ્રિલના રોજ કાશ્મીર વૅલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. સાવચેત રહો, સુરક્ષિત રહો અને સત્તાવાર અપડેટ્સ પર નજર રાખો."

Whatsapp-channel Whatsapp-channel

06 April, 2026 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK