મહારાષ્ટ્રના મુંબઈમાં એક અજીબ ઘટના સામે આવી છે. પતિની સંપત્તિ પર દાવો કરવા માટે કહેવાતી રીતે ખોટા દસ્તાવેજો અને વસીયતનામું બનાવવાના આરોપમાં એક 61 વર્ષીય મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. રવિવારે એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના મુંબઈમાં એક અજીબ ઘટના સામે આવી છે. પતિની સંપત્તિ પર દાવો કરવા માટે કહેવાતી રીતે ખોટા દસ્તાવેજો અને વસીયતનામું બનાવવાના આરોપમાં એક 61 વર્ષીય મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. રવિવારે એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી. પવઇ પોલીસ સ્ટેશના અધિકારીએ જણાવ્યું કે તેણે નવ મહિના પહેલા નોંધાવવામાં આવેલ એફઆઈઆર હેઠળ અટકમાં લેવામાં આવી હતી.
Mumbai News: અધિકારીએ જણાવ્યું, "મહિલા અને તેનો પતિ ડિવૉર્સની શક્યતા શોધી રહ્યા હતા અને તેમની વચ્ચે નાણાંકીય વિવાદ હતો. પછીથી હૉસ્પિટલમાં પતિના મૃત્યુ બાદ મહિલાએ પતિના અંગૂઠાના નિશાનવાળું વસીયતનામું રજૂ કર્યું અને દાવો કર્યો કે તેણે બધી સંપત્તિઓ વગેરે તેના નામે કરી દીધી છે. જો કે, પતિના બિઝનેસ પાર્ટનરે આ મુદ્દે વાંધો ઉઠાવ્યો અને કૉર્ટમાં ગયા, જેના પછી આ બધો ખુલાસો થયો."
ADVERTISEMENT
અધિકારીએ જણાવ્યું- તપાસના ભાગ રૂપે દસ્તાવેજ પરીક્ષક દ્વારા સત્યાપનથી ખબર પડી કે વસીયત પતિના મૃત્યુના બરાબર ત્રણ દિવસ પહેલા બનાવવામાં આવી હતી. તે સમયે જ્યારે તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ હતું અને તે સંપૂર્ણ રીતે ભાનમાં પણ નહોતો.
તેમણે કહ્યું, `આ ઉપરાંત, દસ્તાવેજ પરીક્ષકે એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે મૃતક શિક્ષિત વ્યક્તિ હતો ત્યારે વસિયતનામામાં અંગૂઠાની છાપ કેમ હતી.` તેમણે કહ્યું કે વસિયતનામા નકલી હતા અને પતિના તમામ કાયદેસર વારસદારો, જેમાં તેની વૃદ્ધ આશ્રિત માતાનો પણ સમાવેશ થાય છે, તેમને વારસામાંથી છીનવી લેવા માટે બનાવવામાં આવ્યા હતા. મહિલાને ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ છેતરપિંડી, બનાવટી અને અન્ય ગુનાઓ માટે ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવી હતી.
પત્નીથી ત્રસ્ત એક યુવક વિશેની એક અન્ય ઘટના
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં અમિત કુમાર સેન નામનો યુવક પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવીને રસ્તાના કિનારે ધરણાં પર બેસી ગયો હતો. તેના હાથમાં એક કાગળ છે જેમાં તેણે મુખ્ય મંત્રીને વિનંતી કરી છે કે તેની પત્નીને સજા અપાવો. અમિતનો આરોપ છે કે તેની પત્નીને ચાર બૉયફ્રેન્ડ છે, એમાંથી એક રાહુલ બાથમ નામની એક વ્યક્તિ સાથે તો તે અત્યારે લિવ-ઇન રિલેશનમાં રહે છે. તેનું કહેવું છે કે ‘મારી પત્ની મેરઠ જેવો હત્યાકાંડ મારી સાથે પણ કરી શકે છે. પત્નીએ મારા મોટા દીકરા હર્ષની હત્યા કરાવી છે અને તે નાના દીકરાને પોતાની સાથે પણ લઈ ગઈ છે. મને આશંકા છે કે મેરઠના બ્લુ ડ્રમ હત્યાકાંડ જેવી સાજિશ તેની સાથે પણ થઈ શકે છે કેમ કે પત્નીનો પ્રેમી મને વારંવાર જાનથી મારી દેવાની ધમકી આપતો રહ્યો છે.’

