Mumbai: માજીએ દૂધ ખરીદવા માટે ગૂગલની મદદ લીધી હતી. દૂધ મોકલાવું છું કહીને સાયબર ગઠિયાએ આ માજીના બેંકખાતાને સફાચટ કરી નાખ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
Mumbai: દૂધમાં પાણી ભેળવીને આપવામાં આવે એ છેતરપિંડી સમજાય એવી છે પણ મુંબઈમાં એક માજીને એક લીટર દૂધની કિંમત અઢાર લાખ ચૂકવવી પડી છે. એક કંપનીનું દૂધ મંગાવવા માટે આ માજીએ ગૂગલની મદદ લીધી હતી. દૂધ મોકલાવું છું કહીને સામેવાળાએ આ માજીના બેંકખાતાને સફાચટ કરી નાખ્યું હતું.
વડાલામાં રહેતાં ૭૧ વર્ષનાં માજી સાથે કઈ રીતે આ સ્કૅમ થયો તે જાણવા જેવું છે.
ADVERTISEMENT
Mumbai: ચોથી ઓગસ્ટના રોજ આ માજીને કોઈ દીપક નામના વ્યક્તિનો ફોન આવે છે. દીપક પોતાને દૂધ પુરવઠા કંપનીના એક્ઝિક્યુટિવ હોવાનું જણાવે છે. પછી તે આ માજીના ફોનમાં એક લિંક મોકલાવે છે. અને કહે છે કે આ લીનક પર જવાથી તેઓ દૂધ માટે ઓર્ડર આપી શકશે. ત્યારબાદ આ માજી પેલી લિંક પર ક્લિક કરે છે અને તેમાં જે જે વિગતો માંગવામાં આવી તે ભરતાં જાય છે. લગભગ કલાક સુધી પેલો દિપક નામનો શખ્સ આ માજીને વિગતો કઈ રીતે ભરવાની તે બાબતે સૂચના આપતો રહે છે. અને એ પ્રમાણે માજી બધી ડીટેઈલ્સ આપતાં જાય છે. પણ, એ દિવસે આ માજીને બહુ ખબર પડતી નથી. એટલે કંટાળીને દીપક ફોન કટ કરી નાખે છે. બીજા દિવસે ફરી દીપક આ માજીને ફોન કરે છે. અને વધુ વ્યક્તિગત માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે અને જેમાં તે સફળ પણ થાય છે. પછી તો આ માજીના બેંક ખાતામાંથી રકમ સફાચટ થઇ જાય છે.
બેંકમાં કામ હોવાથી માજી જયારે બેંક શાખામાં જાય છે ત્યારે આઈસીઆઈસીઆઈ બેંકની શાખામાં ખબર પડે છે કે તેમના બેંક ખાતામાં ઝીરો બેલેન્સ છે. બેંક ખાતામાંથી 1 લાખ 70 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. જ્યારે આ માજીએ પોતાના બીજા બે બેંકોમાં ખાતાઓની તપાસ કરી ત્યારે પણ જાણવા મળ્યું કે બીજા બે ખાતામાંથી પણ રકમને નામે કશું જ નથી. આમ, માજીના કુલ ત્રણ ખાતાઓમાંથી 18 લાખ 52 હજાર રૂપિયા ઉપાડવામાં સાયબર ગઠિયાઓને સફળતા મળે છે. જ્યારે બેંકે આ વિશે વધુ માહિતી માંગી ત્યારે જાણવા મળ્યું કે દીપકે આ માજીનો મોબાઇલ હેક કર્યો હતો અને આ સાયબર છેતરપિંડી (Mumbai) કરી હતી.
રિપોર્ટ અનુસાર અત્યારે પોલીસ (Mumbai) તપાસ ચાલી રહી છે. મહિલાએ છેતરપિંડી માટે દીપક નામના શખ્સે મોકલેલ લિંક પર ક્લિક કર્યા બાદ તેમનો ફોન હેક થઇ ગયો હતો. અને તમામ ખાતાઓમાંથી રકમ ઉપાડી લેવામાં આવી છે. અત્યારે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. આમ, આ માજીને એક લીટર દૂધ ખરીદવાનું અઢાર લાખે પડતું છે.

